- વિજય રૂપાણીનાં નેતૃત્વમાં લડાશે વિધાનસભા ચૂંટણી
- નેતૃત્વ પરિવર્તન મુદ્દે ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલનું નિવેદન
- નેતૃત્વ પરિણામની અફવાઓ પર પૂર્ણવિરામ
- CM રૂપાણીનાં નેતૃત્વમાં લડાશે વિધાનસભા ચૂંટણી
- ગાંધીનગર કાર્યક્રમમાં સી.આર.પાટીલે કરી જાહેરાત
2022 માં ગુજરાત રાજ્યની વિધાનસભાની ચૂંટણી યોજાવવાની છે. જેને લઇને અત્યારથી ભાજપે તૈયારીઓ શરૂ કરી દીધી છે. આજે 15 મી ઓગસ્ટનાં સ્વતંત્રતા દિવસે રાજ્યનાં પાટનગર ગાંધીનગરમાં કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે આવતા વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીને લઇને મોટી જાહેરાત કરી છે.
આ પણ વાંચો – Independence Day / દુનિયાનાં આ પાંચ દેશો પણ 15 મી ઓગસ્ટે જ મનાવે છે પોતાનો સ્વતંત્રતા દિવસ
આપને જણાવી દઇએ કે, ગાંધીનગરમાં કાર્યક્રમ દરમ્યાન સી.આર.પાટીલે નેતૃત્વ પરિવર્તન મુદ્દે એક મોટુ નિવેદન આપતા કહ્યુ કે, આવતા વર્ષે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી હાલનાં રાજ્યનાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનાં નેતૃત્વમાં લડાશે. આ નિવેદન બાદ નેતૃત્વ પરિણામની અફવાઓ પર પૂર્ણવિરામ કરી દેવામાં આવ્યો છે. હવે 2022 માં CM રૂપાણીનાં નેતૃત્વમાં ભાજપ વિધાનસભા ચૂંટણી લડશે.
આ પણ વાંચો – આઝાદીનું જશ્ન / 75માં સ્વાતંત્ર્ય દિને PM મોદીએ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી
ઉલ્લેખનીય છે કે, આજે દેશવાસીઓ 75 મો સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યો છે. આઝાદીની સુવાસ સમગ્ર વાતાવરણમાં ફેલાયેલી છે. આ વર્ષે સ્વતંત્રતા દિવસ ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. સમગ્ર દેશ દેશભક્તિથી ભરેલો છે. વડાપ્રધાન મોદીએ સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી છે.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…