World Cancer Day/ વિશ્વ કેન્સર દિવસ 2023: શા માટે દર વર્ષે વિશ્વ કેન્સર દિવસ ઉજવવામાં આવે છે?

વિશ્વમાં દર વર્ષે 4 ફેબ્રુઆરીએ વિશ્વ કેન્સર દિવસ ઉજવવામાં આવે છે. લોકોને આ રોગની ઓળખ, લક્ષણો અને નિવારણ વિશે માહિતી આપવામાં આવે છે. એક રિપોર્ટ અનુસાર, કેન્સરને કારણે દર વર્ષે લગભગ એક કરોડ લોકો મૃત્યુ પામે છે,

Top Stories Lifestyle
World Cancer Day

 World cancer day 2023: વિશ્વમાં દર વર્ષે 4 ફેબ્રુઆરીએ વિશ્વ કેન્સર દિવસ ઉજવવામાં આવે છે. લોકોને આ રોગની ઓળખ, લક્ષણો અને નિવારણ વિશે માહિતી આપવામાં આવે છે. એક રિપોર્ટ અનુસાર, કેન્સરને કારણે દર વર્ષે લગભગ એક કરોડ લોકો મૃત્યુ પામે છે, પરંતુ જીવનશૈલીમાં બદલાવ, નિયમિત ચેક-અપ અને આ રોગના પ્રારંભિક લક્ષણોને ઓળખવાથી કેન્સર જેવા જીવલેણ રોગને  World cancer day હરાવી શકાય છે. કેન્સર વિશે જાગૃતિ લાવવા અને તેના નિવારણને પ્રોત્સાહિત કરવા દર વર્ષે 4 ફેબ્રુઆરીએ વિશ્વ કેન્સર દિવસ મનાવવામાં આવે છે. તો ચાલો આ દિવસ વિશે કેટલીક ખાસ વાતો જણાવીએ.

વિશ્વ કેન્સર દિવસનો ઇતિહાસ અને હેતુ

કેન્સર શબ્દની ઉત્પત્તિ ગ્રીક ચિકિત્સક હિપ્પોક્રેટ્સને આભારી  World cancer day છે. તેમને “મેડિસિનનો પિતા” પણ માનવામાં આવે છે. વિશ્વ કેન્સર દિવસ સૌપ્રથમ 2008 માં મનાવવામાં આવ્યો હતો. તેની સ્થાપના યુનિયન ફોર ઇન્ટરનેશનલ કેન્સર કંટ્રોલ દ્વારા રોગ પ્રત્યે જાગૃતિ લાવવા અને તેના નિવારણ, શોધ અને સારવારને પ્રોત્સાહિત કરવા માટે કરવામાં આવી હતી.

આ દિવસનો મુખ્ય હેતુ સમગ્ર વિશ્વમાં કેન્સરની જાગૃતિ ફેલાવવાનો અને લોકો સુધી તેના ચિહ્નો ફેલાવવાનો છે. આ કાર્યક્રમોનો ઉદ્દેશ્ય કેન્સરની અસરને ઘટાડવાનો અને લોકોને જાગ્રત રહેવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.

વિશ્વ કેન્સર દિવસ 2023 ની થીમ

2022, 2023 અને 2024 માટે વિશ્વ કેન્સર દિવસની થીમ ‘ક્લોઝ ધ કેર ગેપ’ હતી. World cancer day 2023 ની થીમ ક્લોઝ ધ કેર ગેપ છે. ભારતમાં પણ લોકોની ફૂડ હેબિટ્સ જે રીતે બદલાઈ રહી છે અને લોકો જંક ફૂડ તરફ વળી રહ્યા છે ત્યારે કેન્સરની સંભાવના તેના લીધે વધી રહી છે. અમેરિકાના ભારતીય મૂળના અગ્રણી નિષ્ણાતના જણાવ્યા મુજબ આગામી દાયકામાં વિશ્વમાં ભારતમાં સૌથી વધુ પ્રમાણમાં કેન્સરના દર્દીઓ હશે, કારણ કે ભારતીયોની જીવનશૈલી બદલાઈ રહી છે. તેઓ તેમના પરંપરાગત અને પૌષ્ટિક આહારને છોડીને જંક ફૂડ તરફ વળી રહ્યા છે. તેના લીધે તેઓએ અગાઉ ક્યારેય સાંભળ્યા પણ ન હોય  તેવા રોગનો ભોગ બનવો પડી રહ્યું છે. તેથી આ જ પ્રકારનું વલણ જારી રહ્યું તો બદલાયેલી આ લાઇફસ્ટાઇલ ભારતીયો માટે અત્યંત જોખમી બની શકે છે. તેથી ભારતીયો આગામી સમયમાં કેન્સરના ન જોયા હોય તેવા સ્વરૂપો જોશે.

Good News!/ પૃથ્વી સિવાય આ ગ્રહ પર પણ રહી શકશે લોકો, જાણો શું-શું છે સુવિધાઓ

Bollywood Masala/ સપના ચૌધરીએ દહેજમાં માંગી ક્રેટા કાર, ઉત્પીડનનો નોંધાયો કેસ

Warning/ પાકિસ્તાનનું ‘ઓઈલ’ પૂરું, ઇન્ડસ્ટ્રી પડી ભાંગવાની ચેતવણી