Not Set/ લઠ્ઠાકાંડ બાદ દારૂના અડ્ડા પર રેડ યથાવત, 90 બુટલેગરો ઝડપાયા

અમદાવાદના સોલાગામમાં થયેલા લઠ્ઠાકાંડ બાદ શહેરની પોલીસ સફાલી જાગી હોય તેમ શહેરમાં દારૂના સંભવિત અડ્ડાઓ પર રેડ કરી રહી છે. પરંતુ પોલીસની હાલત ખોદયો ડુંગરને નીકળ્યો ઉંદર જેવી સ્થિતી થઈ છે. પોલીસે રેડ દરમિયાન 90 જેટલા બુટલેગરને ઝડપી પાડ્યા હતા. જ્યારે 25 જેટલા આરોપીઓ પોલીસની નજર ચૂકવી ફરાર થઈ ગયા હતા. ત્યારે આખા દિવસની મહેનત […]

Top Stories Gujarat Trending
ahd 5 લઠ્ઠાકાંડ બાદ દારૂના અડ્ડા પર રેડ યથાવત, 90 બુટલેગરો ઝડપાયા

અમદાવાદના સોલાગામમાં થયેલા લઠ્ઠાકાંડ બાદ શહેરની પોલીસ સફાલી જાગી હોય તેમ શહેરમાં દારૂના સંભવિત અડ્ડાઓ પર રેડ કરી રહી છે. પરંતુ પોલીસની હાલત ખોદયો ડુંગરને નીકળ્યો ઉંદર જેવી સ્થિતી થઈ છે. પોલીસે રેડ દરમિયાન 90 જેટલા બુટલેગરને ઝડપી પાડ્યા હતા.

જ્યારે 25 જેટલા આરોપીઓ પોલીસની નજર ચૂકવી ફરાર થઈ ગયા હતા. ત્યારે આખા દિવસની મહેનત બાદ પોલીસે બાર હજાર અને નવસો રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો.

અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરે દ્વારા દિવસમાં ત્રણ વાર રેડ કરવાના આદેશ કરવામાં આવ્યા છે. હાલ તો પોલીસ તંત્ર તમામ કામ પડતા મૂકી દેશી વિદેશી દારૂ તેમજ બુટલેગરોને શોધી રહી તેમ લાગી રહ્યું છે.

દારૂબંધીના કડક અમલ માટે હવે ત્રણ યુવા નેતા હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિગ્નેશ મેવાણી મેદાનમા આવ્યા છે. ત્રણેય નેતાઓએ જનતા રેડ કરીને દારૂ પકડ્યો હતો. આ ઘટનાનો વીડિયો ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો.

આ પહેલા આ ત્રણે નેતાઓએ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા યુવકોની મુલાકાત લીધી હતી. જ્યાં તેમના હાલચાલ પૂછ્યા હતા. ત્યારબાદ તેમણે મીડિયા સાથે વાત કરતા ગુજરાત સરકાર ઉપર કટાક્ષો કર્યા હતા. આ ઉપરાંત તેમણે દારૂના અડ્ડાઓ ઉપર રેડ પાડવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધા બાદ ત્રણે નેતાઓએ સરકાર સામે પ્રશ્નો ઉઠાવ્યા હતા જ્યારે ગૃહમંત્રી સામે ખુલ્લો પડકાર પણ ફેંક્યો હતો કે દારૂબંધીનો કડક અમલ કરી બતાવે.