Gujarat/ રાજ્યમાં સ્કૂલ ક્યારે શરુ થશે? શિક્ષણ મંત્રીએ આપ્યો આ જવાબ

ગુજરાતમાં કોરોના વાયરસના કેસોમાં થઇ રહેલો છેલ્લા 6 મહિનાથી સતત વધી રહ્યો હતો, જો કે કેટલાક દિવસોથી રાજ્યમાં કોરોના વાયરસના કેસો ઘટ્યા છે. રાજ્યમાં પહેલા જે રીતે 1400 કેસ

Top Stories Gujarat Others
a 63 રાજ્યમાં સ્કૂલ ક્યારે શરુ થશે? શિક્ષણ મંત્રીએ આપ્યો આ જવાબ

ગુજરાતમાં કોરોના વાયરસના કેસોમાં થઇ રહેલો છેલ્લા 6 મહિનાથી સતત વધી રહ્યો હતો, જો કે કેટલાક દિવસોથી રાજ્યમાં કોરોના વાયરસના કેસો ઘટ્યા છે. રાજ્યમાં પહેલા જે રીતે 1400 કેસ આવતા હતા તેની જગ્યાએ 1000 જેટલા કેસો આવી રહ્યા છે.

એવામાં દેશમાં તબક્કાવાર અનલોક પણ લાગુ કરવામાં આવી રહ્યું છે, ત્યારે ગુજરાતમાં સ્કૂલો છેલ્લા ૭ મહિનાથી બંધ છે અને વિદ્યાર્થીઓનું ઓનલાઇન શિક્ષણ ચાલી રહ્યું છે, તો બીજી તરફ હજી પણ સ્કુલ ક્યારે ખુલશે તે અંગે કોઈ નિર્ણય આવ્યો નથી. ત્યારે રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ શાળાઓ શરૂ કરવા મુદ્દે પોતાનું નિવેદન આપ્યું છે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, ક્યારેક તો શાળા ચાલુ કરવી પડશે. આરોગ્ય વિભાગ નો અભિપ્રાય મહત્વનો છે. અમે વાલીઓ, શિક્ષણવિદ્દો સાથે ચર્ચાઓ કરી છે. અને ત્યારબાદ જ શાળાઓ શરૂ કરવા માટે નિર્ણય કરીશું.

શિક્ષણપ્રધાને કહ્યું, રાજ્યમાં કોરોના મહામારી ચાલી રહ્યું છે, પરંતુ વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે આપણે ક્યારેક તો શાળા ચાલુ કરવી જ પડશે. પરંતુ સરકાર એકલી નિર્ણય કરે તે યોગ્ય નથી. હું અને શિક્ષણ વિભાગ સતત વાલીઓ અને શિક્ષણ સાથે સંકળાયેલા લોકોની સાથે ચર્ચા વેબિનાર કર્યા છે. હવે એ તબક્કો નજીક છે. વેબિનારથી અમે અભિપ્રાય મેળવીએ છીએ.

આપને જણાવી દઈએ કે, શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા અને શાળા સંચાલકો વચ્ચે શાળાઓને લઈ એક વેબિનારનું આયોજન થયું હતું. આ વેબિનારમાં ગુજરાતમાં શાળાઓ ખૂલવા અંગે મોટો સંકેત સામે આવ્યો હતો. રાજ્યમાં ધોરણ 1 થી 5 સુધીના બાળકો માટે દિવાળી પછી પણ શાળા ખૂલશે નહીં. દિવાળી વેકેશન પછી ધો. 9થી12નાં વિદ્યાર્થીઓ માટે શાળાઓ શરૂ કરવામાં આવશે.