Bollywood/ સની દેઓલની બર્થડે પાર્ટીમાં આ અંદાજમાં જોવા મળ્યા ધર્મેન્દ્ર

બોલિવૂડ એક્ટર સની દેઓલે સોમવારે તેનો 64 મો જન્મદિવસ ઉજવ્યો હતો. આ પ્રસંગે બોલિવૂડ હસ્તીઓને તેને શુભેચ્છાઓ પાઠવી હતી. આ ખાસ દિવસ સનીએ તેના પિતા ધર્મેન્દ્ર, ભાઈ બોબીદેઓલ

Entertainment
a 62 સની દેઓલની બર્થડે પાર્ટીમાં આ અંદાજમાં જોવા મળ્યા ધર્મેન્દ્ર

બોલિવૂડ એક્ટર સની દેઓલે સોમવારે તેનો 64 મો જન્મદિવસ ઉજવ્યો હતો. આ પ્રસંગે બોલિવૂડ હસ્તીઓને તેને શુભેચ્છાઓ પાઠવી હતી. આ ખાસ દિવસ સનીએ તેના પિતા ધર્મેન્દ્ર, ભાઈ બોબીદેઓલ અને તેમના બાળકો સાથે ઉજવ્યો હતો. બીજી તરફ બોલિવૂડ અભિનેતા ધર્મેન્દ્રએ તમામ ચાહકોનો આભાર માન્યો છે. જન્મદિવસની ઉજવણીની કેટલીક તસ્વીરો પણ શેર કરી છે.

ધર્મેન્દ્રએ આ તસ્વીર શેર કરતાં લખ્યું છે કે જન્મદિવસની ઉજવણી દેઓલ સ્ટાઈલમાં કરવામાં આવી હતી.

તસ્વીરો વિશે વાત કરીએ તો સની તેના પિતા, ભાઈ અને બાળકો સાથે જોવા મળી રહી છે.

Instagram will load in the frontend.

સની દેઓલે પણ તેના ઇન્સ્ટાગ્રામ પર એક તસ્વીર શેર કરી છે. જેમાં તે કેક સાથે હસતા જોવા મળી રહ્યો છે.

આ સાથે જ, ધર્મેન્દ્રએ સનીને કેક ખવડાવતી વખતે એક તસ્વીર પણ શેર કરી છે. આ સાથે તેમણે સનીને પ્રેમ અને શુભેચ્છાઓ મોકલવા માટે ચાહકોનો આભાર માન્યો છે. આ સાથે જ લખ્યું, “મિત્રો, તમે હંમેશા મારા હૃદયની નજીક છો. ખુશીમા … આજે તો ઇન્તિહા થઇ ગઈ ટ્વીટની… કંટાળી ગયા હશો તમે, હવે થોડા દિવસ મૌન રહીશ. ‘

આ પછી, ધર્મેન્દ્રએ એક ફિલ્મની ક્લિપ શેર કરી. આ સાથે તેમણે લખ્યું, ‘મેં કહ્યું હતું કે હું થોડા દિવસ મૌન રહીશ … પરંતુ મણે ક્લિપ મોકલી દીધી, મારાથી ટ્વિટ થઇ ગયું.’