Ahmedabad/ પોપ્યુલર બિલ્ડરની જમીન ટાંચમાં લેવાશે

પોપ્યલર ગ્રૂપના બિલ્ડર રમણ પટેલ અને પરિવારના સભ્યોએ બનાવટી ડોક્યુમેન્ટના આધારે પચાવી પાડેલી ખેડુતોની કરોડોની જમીનો સરકાર ટાંચમાં લેશે. આ

Top Stories Ahmedabad Gujarat
popular પોપ્યુલર બિલ્ડરની જમીન ટાંચમાં લેવાશે

@રવિ ભાવસાર, મંતવ્ય ન્યૂઝ-અમદાવાદ

  • થલતેજ માં કરોડો ની જમીન પચાવી પાડી
  • બનાવટી પાવર ઓફ એટર્ની બનાવીને જમીન પચવામાં આવી
  • અલગ અલગ 6 સહકારી મંડળીના નામે જમીન ટ્રાન્સફર કરી જમીન પચાવી
  • પોપ્યુલર ના રમણ પટેલ સહિત 9 સભ્યો વિરુદ્ધ ફરિયાદ નોધાઈ
  • પોલીસ સરકારી  વિભાગ સાથે સંકલન કરી મિલકત ટાંચ માં લેવાશે
  • રમણ પટેલ સહિત સગાના નામે મિલકત માં તપાસ કરાશે  

પોપ્યલર ગ્રૂપના બિલ્ડર રમણ પટેલ અને પરિવારના સભ્યોએ બનાવટી ડોક્યુમેન્ટના આધારે પચાવી પાડેલી ખેડુતોની કરોડોની જમીનો સરકાર ટાંચમાં લેશે. આ માટે પોલીસે જુદા જુદા સરકારી વિભાગો સાથે સંકલન શરૂ કર્યુ છે. કાયદાકીય પ્રક્રિયા પૂરી કર્યા બાદ પોપ્યુલર બિલ્ડર ગ્રૂપે ખોટી રીતે હડપ કરવામાં આવેલી તમામ મિલકતો ટાંચમાં લેવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે ફકત સિંધુ ભવન રોડ ઉપર જ પોપ્યુલર ગ્રૂપની કરોડોની જમીન છે. જેના ઉપર વૈભવી સ્પોર્ટસ સંકુલ તેમજ ફૂડ કોર્ડ બનાવવામાં આવ્યુ છે. રમણ પટેલ સહિત પરિવારના 9 સભ્યો વિરુધ્ધ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ છે. જેમાં પોપ્યુલર ગ્રૂપના પરિવારના સભ્યોએ બનાટવી ડોકયુમેન્ટસના આધારે ખેડૂતોની કરોડોની જમીન પચાવી પાડી હોવાના આક્ષેપ કરાયા છે