પોર્નોગ્રાફી કેસ/ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાને SC તરફથી મળી રાહત, ધરપકડ પર લગાવી રોક

સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સરકારને નોટિસ પાઠવીને જામીન પર બહાર આવેલા રાજ કુન્દ્રાની ધરપકડ પર ચાર સપ્તાહનો સ્ટે મૂક્યો છે. રાજ કુન્દ્રાએ આગોતરા જામીન માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.

Top Stories Entertainment
રાજ કુન્દ્રાને

બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સરકારને નોટિસ પાઠવીને જામીન પર બહાર આવેલા રાજ કુન્દ્રાની ધરપકડ પર ચાર સપ્તાહનો સ્ટે મૂક્યો છે. રાજ કુન્દ્રાએ આગોતરા જામીન માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. નવેમ્બરમાં, પોર્નોગ્રાફિક વીડિયોમાં  કેસમાં ફસાયેલા રાજ કુન્દ્રાની આગોતરા જામીન અરજી બોમ્બે હાઈકોર્ટે ફગાવી દીધી હતી. જે બાદ રાજ કુન્દ્રાએ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો.

આ પણ વાંચો :સોહેલ ખાનની પત્ની સીમા પછી હવે દીકરો યોહાન પણ કોરોના સંક્રમિત

હકીકતમાં નવેમ્બરમાં બોમ્બે હાઈકોર્ટે પોર્નોગ્રાફી વીડિયો કેસમાં ફસાયેલા રાજ કુન્દ્રાની આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી. કુન્દ્રાએ તેની સામે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટકાવ્યો હતો. અરજી ફગાવી દેતાં ન્યાયમૂર્તિ નીતિન સાંબ્રેએ આરોપીને સુપ્રીમ કોર્ટમાં જવા માટે ચાર અઠવાડિયાનો સમય આપ્યો હતો.

બોમ્બે હાઈકોર્ટે કુન્દ્રા સહિત અન્ય છ લોકોની આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી. જેમાં શર્લિન ચોપરા અને પૂનમ પાંડેનું નામ સામેલ છે. આ કેસમાં અન્ય ત્રણ લોકો ઉમેશ કામત, સુવોજીત ચૌધરી અને સામ અહેમદ પણ આરોપી છે.

આ પણ વાંચો :મારું ઘર કોરોના હોટસ્પોટ નથી, ડિનર કરવું પાર્ટી નથી હોતી : કરણ જોહર

60 દિવસ જેલમાં વિતાવ્યા બાદ પોર્નોગ્રાફિક વીડિયો કેસમાં ફસાયેલા રાજ કુન્દ્રાને 50,000 રૂપિયાની જામીન પર જામીન મળી ગયા છે. રાજ કુન્દ્રાની 19 જુલાઈએ ધરપકડ કરવામાં આવી હતી. મલાડ વેસ્ટમાં પોલીસે એક બંગલામાં દરોડા પાડીને એપ પર અશ્લીલ સામગ્રી ફેલાવવાના કેસનો પર્દાફાશ કર્યો હતો જ્યાં એક બંગલામાં અશ્લીલ વીડિયો પણ શૂટ કરવામાં આવતો હતો. આ સંબંધમાં 5 ફેબ્રુઆરીએ પાંચ આરોપીઓ વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી.  લગભગ બે મહિના જેલમાં રહ્યા બાદ સપ્ટેમ્બરમાં રાજ કુન્દ્રાને જામીન મળ્યા હતા. રાજ કુન્દ્રા વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 292, 293 અને આઈટી એક્ટની કલમ 66E, 67, 67A હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

પોર્નોગ્રાફિક ફિલ્મોના મામલામાં રાજ કુન્દ્રાનું નામ આવ્યા બાદ શિલ્પા શેટ્ટીએ ઘણા દિવસો સુધી સોશિયલ મીડિયાથી દૂરી બનાવી રાખી હતી. જોકે, બાદમાં શિલ્પાએ પણ સોશિયલ મીડિયા પર કમબેક કર્યું અને ટ્રોલર્સને જવાબ પણ આપ્યો. જે સમયે રાજ કુન્દ્રા જેલમાં હતો, તે સમયે શિલ્પા પણ વૈષ્ણો દેવીના દર્શન કરવા ગઈ હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. શિલ્પા શેટ્ટીના કામની વાત કરીએ તો આવનારા સમયમાં શિલ્પા ફિલ્મ ‘નિકમ્મા’માં જોવા મળશે.

આ પણ વાંચો :વિદેશીઓએ ઉડાવ્યો મિસ યુનિવર્સ હરનાઝ સંધુનો મજાક, કરી બેઠી આવી હરકત  

આ પણ વાંચો :એરપોર્ટ પર રણવીર સિંહે દિપીકાને કરી Kiss,આ દ્રશ્ય જોઈને લોકો થયા આશ્ચર્યચકિત

આ પણ વાંચો :પુત્રીની વિદાય કરી ભાવુક થયા દિલીપ જોશી, શેર કર્યા લગ્નના ફોટો