Odisha: ભારતીય જનતા પાર્ટીએ આખરે ઓડિશામાં નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત કરી દીધી છે. મોહન ચરણ માઝી ઓડિશાના નવા સીએમ તરીકે ચૂંટાયા છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને ભૂપેન્દ્ર યાદવને ભાજપ હાઈકમાન્ડ વતી નિરીક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. મંગળવારે યોજાયેલી બીજેપી વિધાયક દળની બેઠક બાદ મોહન ચરણ માઝીના નામને મંજૂરી આપવામાં આવી છે. આવો જાણીએ ઓડિશાના નવા મુખ્યમંત્રી વિશે કેટલીક ખાસ વાતો.
વિધાનસભાની ચૂંટણીનું પરિણામ શું આવ્યું?
તાજેતરમાં યોજાયેલી ઓડિશા વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે પહેલીવાર બહુમતી સાથે જીત મેળવી છે. ઓડિશા વિધાનસભામાં કુલ 147 સભ્યો છે. 4 જૂને જાહેર થયેલા પરિણામોમાં ભાજપે 147માંથી 78 બેઠકો જીતીને બહુમતી હાંસલ કરી છે. નવીન પટનાયકની બીજેડીએ 51, કોંગ્રેસને 14, સીપીઆઈએમને 1 અને અન્યને 3 બેઠકો મળી છે.
આ પણ વાંચો: પૂર્વ અંતરિક્ષયાત્રીનું પ્લેન ક્રેશમાં મોત, સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવ્યો
આ પણ વાંચો: પાક.ને હતો ભારતનો ડર! આ કારણે પરમાણુ નીતિ બનાવી ન શક્યું…
આ પણ વાંચો: માત્ર 90 હજાર રૂપિયામાં ભારતીય પરિવારે સ્વિત્ઝર્લેન્ડની મુસાફરી કરી, જાણો કઈ રીતે