Not Set/ DAમાં 5% વધારો, નવી મેડિકલ કોલેજ, ગુજરાત સરકાર દ્વારા આવા મહત્વનાં નિર્ણયો લેવાયા કેબિનેટ બેઠકમાં…

ગુજરાતમાં દર બુધવાર એટલે રુપાણી સરકારની કેબિનેટ બેઠકનો દિવસ અને આજે વર્ષ 2020નાં પહેલા દિવસે સરકાર દ્વારા રાબેતા મુજબ તમામ હોદેદારોની ઉપસ્થિતિમાં કેબિનેટ બેઠક યોજવામાં આવી હતી. બેઠકમાં ગુજરાત સરકાર દ્વારા મહત્વનાં નિર્ણયો લેવામાં આવ્યા હતા. સરકાર દ્વારા ખેડૂતલક્ષી, સરકારી કર્મચારીલક્ષી, મેડિકલનાં વિદ્યાર્થીલક્ષી મહત્વનાં નિર્ણયો લેવામાં આવ્યા હતા. રાજ્ય સરકારની આજે મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્ય […]

Top Stories Gujarat
gnr DAમાં 5% વધારો, નવી મેડિકલ કોલેજ, ગુજરાત સરકાર દ્વારા આવા મહત્વનાં નિર્ણયો લેવાયા કેબિનેટ બેઠકમાં...

ગુજરાતમાં દર બુધવાર એટલે રુપાણી સરકારની કેબિનેટ બેઠકનો દિવસ અને આજે વર્ષ 2020નાં પહેલા દિવસે સરકાર દ્વારા રાબેતા મુજબ તમામ હોદેદારોની ઉપસ્થિતિમાં કેબિનેટ બેઠક યોજવામાં આવી હતી. બેઠકમાં ગુજરાત સરકાર દ્વારા મહત્વનાં નિર્ણયો લેવામાં આવ્યા હતા. સરકાર દ્વારા ખેડૂતલક્ષી, સરકારી કર્મચારીલક્ષી, મેડિકલનાં વિદ્યાર્થીલક્ષી મહત્વનાં નિર્ણયો લેવામાં આવ્યા હતા.

રાજ્ય સરકારની આજે મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 5% વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સરકાર દ્વારા સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સને નવા વર્ષની ભેટ આપવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આ વધારો તારીખ 01-07-2019ની અમલી ગણાશે. પગાર ભથ્થામાં વધારો જાન્યુઆરી 2020થી રેગ્યુલર ચૂકવવાનું શરુ કરાશે તો 01-07થી અત્યાર સુધીનું આરિયસ બે થી ત્રણ તબક્કામાં ચૂકવવામાં આવશે.

સરકાર દ્વાર કેબિનેટ બેઠકમાં ગોધરા, વેરાવળ, ખંભાળિયા, બોટાદ, મોરબીમાં નવી મેડિકલ કોલેજ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેની સાથે સાથે ગુજરાતભરમાં હયાત હોસ્પિટલોમાં પથારીઓ પણ વધારવામાં આવશે.

સરકાર દ્વારા જ્યારે ખેડૂતો માટે આ વર્ષ કપરુ સાબિત થયુ છે ત્યારે પાક નુકસાનીની સહાય માટેની રજીસ્ટ્રેશનની તારીખ ફરી પાછી એક્ટેન્ટ કરી 14 જાન્યુ. સુધી કરવામાં આવી છે. જેથી કરીને પાક નુકસાનીની સહાય મેળવવામાં કોઇ પણ કારણસર રહી ગયા હોય તે ખેડૂતો પણ અરજી કરી શકશે.

https://www.youtube.com/watch?v=W–joECUsVQ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.