Not Set/ અમદાવાદ/ નરોડામાંથી 17 લાખનો વિદેશી દારૂ ઝડપી પડતી ક્રાઈમબ્રાંચ

હજુ તો ગુજરાત અને રાજસ્થાન ના બે મુખ્યમંત્રી દ્વારા દારૂ પર દંગલ પત્યું  નથી ત્યાં અમદાવાદ ક્રાઈમબ્રાન્ચે 17 લાખ નો વિદેશી દારૂ ઝડપી પડ્યો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચ ને માહિતી મળી હતી, અને તે આધારે પેટ્રોલિંગ કરીને આ દારૂનો આ જથ્થો ઝડપી પડ્યો હતો. પોલીસ ને બાતમી મળી હતી કે, નરોડા દહેગામ રોડ પર જીઇબીની […]

Ahmedabad Gujarat
દારૂ અમદાવાદ/ નરોડામાંથી 17 લાખનો વિદેશી દારૂ ઝડપી પડતી ક્રાઈમબ્રાંચ

હજુ તો ગુજરાત અને રાજસ્થાન ના બે મુખ્યમંત્રી દ્વારા દારૂ પર દંગલ પત્યું  નથી ત્યાં અમદાવાદ ક્રાઈમબ્રાન્ચે 17 લાખ નો વિદેશી દારૂ ઝડપી પડ્યો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચ ને માહિતી મળી હતી, અને તે આધારે પેટ્રોલિંગ કરીને આ દારૂનો આ જથ્થો ઝડપી પડ્યો હતો.

પોલીસ ને બાતમી મળી હતી કે, નરોડા દહેગામ રોડ પર જીઇબીની ઓફિસ પાસેથી એક ટ્રક દારૂનો જથ્થો ભરીને પસાર થવાની છે. તેના આધારે ટીમ આ વિસ્તારમાં વોચમાં ગોઠવાઇ હતી. પહેલા એક કાર આવી અને પાછળ ટ્રક આવતી હતી. પોલીસે પહેલા તો કારને રોકી તેમાં બેઠેલા બે શખ્સ ની અટકાયત કરી હતી. બાદમાં પાછળ આવતી ટ્રક પોલીસે રોકી અને તેમાંથી ડ્રાઇવર અસરફ મન્સુરી અને ક્લીનર અલીમહોમદ અલવીની અટકાયત કરી હતી. પોલીસે ટ્રકની તપાસ કરી તો તેમાં ચોખાના ભુસાની બોરીઓ પડી હતી. અને પાછળના ભાગે દારૂની અલગ અલગ વિદેશી બ્રાન્ડની પેટીઓ પડી હતી

પોલીસે ક્રાઇમબ્રાંચે આ મુદ્દામાલની ગણતરી કરતા કુલ 5040 નંગ દારૂની બોટલોનો જથ્થો ટ્રકમાંથી મળ્યો હતો. પોલીસે 17 લાખનો દારૂ, 10 લાખની ટ્રક, કાર અને મોબાઇલ ફોન સહિતનો કુલ 30 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પોલીસે આરોપીઓની પૂછપરછ કરતા, આરોપીએ જણાવ્યું હતું કે, આ જથ્થો અંબાલામાં એક ઢાબા પરથી સુરેન્દ્ર ચૌધરી નામના શખ્સે ભરી આપ્યો હતો. અને આ જથ્થો રાજસ્થાનના સી.પી. નામના કોઇ શખ્સે મંગાવ્યો હતો પણ ડિલિવરી ક્યાં કરવાની હતી તે બાબતે જણાવાયું ન હોવાની આરોપીઓએ કબૂલાત કરી હતી. હાલ સમગ્ર મામલે પોલીસે ચાર લોકોની ધરપકડ કરી દારૂ આપનાર અને મંગાવનારની શોધખોળ હાથ ધરી છે.

પરંતુ આખી ઘટનામાં ધ્યાન ખેચે એવી વાત એ છે કે આ ટ્રકની આગળ એક કાર પેટ્રોલીગ કરી રહી હતી. જેને લઈને અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે કે આ દારૂ કોણે મંગાવ્યો છે..?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.