Not Set/ SCએ કોંગ્રેસની અરજી સ્વીકારતા રાજ્યસભામાં જોવા મળશે ખરાખરીનો ખેલ

ગુજરાતમાં રાજ્યસભાની બે બેઠકો માટે એક જ સાથે મતદાન કરવાની કોંગ્રેસની માગ ચૂંટણી પંચે ન સ્વીકારતા કોંગ્રેસ દ્રારા સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામા આવી હતી. હાલમાં જ ચૂંટણી પંચે ગુજરાતમાં ખાલી પડેલી રાજ્યસભાની બન્ને બેઠકોની ચૂંટણી 5 જુલાઈએ યોજવાની જાહેરાત કરી. આશ્ચર્યજનક રીતે ચૂંટણી પંચે બન્ને બેઠકો માટે ચૂંટણી પ્રક્રિયા એક સાથે પણ મતદાન અલગ અલગ […]

Top Stories Ahmedabad Gujarat
bjp vs congress SCએ કોંગ્રેસની અરજી સ્વીકારતા રાજ્યસભામાં જોવા મળશે ખરાખરીનો ખેલ

ગુજરાતમાં રાજ્યસભાની બે બેઠકો માટે એક જ સાથે મતદાન કરવાની કોંગ્રેસની માગ ચૂંટણી પંચે ન સ્વીકારતા કોંગ્રેસ દ્રારા સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામા આવી હતી. હાલમાં જ ચૂંટણી પંચે ગુજરાતમાં ખાલી પડેલી રાજ્યસભાની બન્ને બેઠકોની ચૂંટણી 5 જુલાઈએ યોજવાની જાહેરાત કરી.

આશ્ચર્યજનક રીતે ચૂંટણી પંચે બન્ને બેઠકો માટે ચૂંટણી પ્રક્રિયા એક સાથે પણ મતદાન અલગ અલગ યોજવાનું જાહેરનામું બહાર પાડ્યું. કોંગ્રેસે નિર્ણયનો વિરોધ કરતા બન્ને બેઠકો માટે એક સાથે મતદાનની માગ સાથે  SCનાં ધ્વાર ખખડાવ્યા હતા. ચૂંટણી પંચના નિર્ણય સામે કોંગ્રેસે સુપ્રીમ કોર્ટમાં પિટિશન ફાઈલ કરી હતી. સુપ્રિમે પ્રાથમીક દલીલો સાંભળી અરજીનો સ્વાકાર કરી વધુ સુનાવણી આવતા બુધવારે નક્કી કરી છે. ગુજરાત કોંગ્રેસે ચૂંટણી પંચના નિર્ણયને સુપ્રીમમાં પડકારતા કેન્દ્રીય ચૂંટણી પંચ પર ભાજપને લાભ કરાવવાના આક્ષેપો ઘડ્યા છે. અને સુપ્રિમ દ્રારા કોંગ્રેસની અરજી માન્ય રાખવામા આવતા આ મામલે ફરી ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ આમને સામને જોવા મળી રહ્યા છે.

આ પણ જુઓ – રાજ્યસભા પર રકઝક….

આપને જણાવી દઇએ કે ચૂંટણી પંચ દ્રારા ગુજરાત રાજ્યસભાની 2 બેઠકો માટેનો ચૂંટણી કાર્યક્રમ જાહેર કરી દેવામા આવ્યો છે. 2 બેઠકોની ચૂંટણી માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવાની છેલ્લી તારીખ 18 જૂન જાહેર કરવામા આવી છે. તો ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 25 જૂન રાખવામા આવી છે. ઉમેદવારી પત્રની ચકાસણીની તારીખ 26 જૂન સુધીમાં કરી લેવામા આવશે. તો ઉમેદવારી પત્ર પાછી ખેંચવાની અંતિમ તારીખ 28 જૂન જાહેર કરવામા આવી છે.

આપને જણાવી દઇએ કે ગુજરાત રાજ્યસભાની 2 બેઠકો માટેની ચૂંટણીમાં મતદાન 5 જુલાઇ સવારે 9 થી સાંજે 4 વાગ્યે કરવામા આવશે અને મતગણતરી 5 જુલાઇના રોજ સાંજે 5 વાગ્યે થશે. ચૂંટણી પંચ દ્રારા બે બેઠકો માટે અલગ અલગ મતદાન યોજાશે  તેવી જાહેરાત કરવામા આવતા, ગુજરાત કોંગ્રેસે ચૂંટણી પંચ પર ભાજપની ફેવર કરી નિયમો વિરૂધ કામ કરાતુ હોવાનાં આક્ષેપો સાથે સુપ્રિમનું શરણું લેવામા આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન