Not Set/ ભાઇ ભાઇ: મુકેશ અંબાણીએ ભાઇ અનિલને 23,000 કરોડ રૂપિયાની મદદ કરી, જાણો કેમ ?

મુંબઇ, ટેલીકોમ કંપનીઓના બેહાલ થવાને કારણે હાલ દેવામાં ડુબેલા અનિલ અંબાણી માટે તેમના મોટાભાઇ મુકેશ અંબાણી તારણહાર બનીને આવ્યાં છે. રીલાયન્સના સ્થાપક ધીરૂભાઇ અંબાણીના જન્મદિવસે મુકેશ અંબાણીએ આર્થિક કટોકટી ભોગવી રહેલાં તેમના નાના ભાઇ અનિલ અંબાણીને યાદગાર ગીફ્ટ આપી છે. અનિલ અંબાણીની દેવામાં ડુબેલી કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન(આરકોમ)ને બચાવવા માટે મુકેશ અંબાણીએ 23,000 કરોડ રૂપિયાનો સોદો […]

Top Stories
mukesh0 anil ભાઇ ભાઇ: મુકેશ અંબાણીએ ભાઇ અનિલને 23,000 કરોડ રૂપિયાની મદદ કરી, જાણો કેમ ?

મુંબઇ,

ટેલીકોમ કંપનીઓના બેહાલ થવાને કારણે હાલ દેવામાં ડુબેલા અનિલ અંબાણી માટે તેમના મોટાભાઇ મુકેશ અંબાણી તારણહાર બનીને આવ્યાં છે. રીલાયન્સના સ્થાપક ધીરૂભાઇ અંબાણીના જન્મદિવસે મુકેશ અંબાણીએ આર્થિક કટોકટી ભોગવી રહેલાં તેમના નાના ભાઇ અનિલ અંબાણીને યાદગાર ગીફ્ટ આપી છે.

અનિલ અંબાણીની દેવામાં ડુબેલી કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન(આરકોમ)ને બચાવવા માટે મુકેશ અંબાણીએ 23,000 કરોડ રૂપિયાનો સોદો કર્યો હોવાનું જાણવા મળેલ છે.જો કે આ સોદા વિશે હજુ અધિકૃત માહિતી સામે નથી આવી રહી પરંતું સુત્રો કહે છે કે દેવામાં ડુબી ગયેલી ભાઇની કંપનીને બચાવવા થઇને મુકેશ અંબાણીએ આ સોદો કર્યો છે.

આ સોદા અંતર્ગત આરકોમ મુકેશ અંબાણીની જીઓ સાથે કરાર કરશે. જેમાં વાયરલેસ સ્પેક્ટ્રમ, ટાવર, ફાઇબર અને બીજી મિલકતો વેચાણ માટેના કરારો થશે.

ઉલ્લેખનીય છે કે, અનીલ અંબાણીની કંપનીઓના માથે 45,000 કરોડ રૂપિયાનું દેવુ છે અને હવે એવી હાલત છે. કે બેંકમાં તેમની નાદારી જાહેર થાય. 2005માં બે ભાઇઓના ઝગડા પછી અનિલ અંબાણીએ ટેલીકોમ ક્ષેત્રે પ્રવેશ કરીને રીલાયન્સ કોમ્યુનિકેશન ચાલુ કરી હતી. જો કે આરકોમ કંપની સમયની સાથે ચાલી નહોતી શકી અને નવેમ્બરના અંત સુધીમાં કંપનીએ તેના 2જી અને 3જી ઓપરેશન પણ બંદ કર્યા હતા.

મુકેશ અંબાણીએ જે સોદો કર્યો તેની ઔપચારિક જાહેરાત ગુરૂવારે કરવામાં આવી હતી.