Not Set/ ICC World Cup : અફઘાનિસ્તાન સામે મોર્ગને બનાવ્યો રેકોર્ડ, મેચમાં ફટકારી 17 સિક્સર

આઈસીસી વિશ્વકપ 2019નાં 24માં મુકાબલામાં હોસ્ટ ઈંગ્લેન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચે માનચેસ્ટરનાં ટ્રેફર્ડ મેદાનમાં મેચ રમાઇ રહી છે. જ્યા આજે પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડ કેપ્ટન મોર્ગને એક જ ઈનિગ્સમાં સૌથી વધુ 17 સિક્સર ફટકારી દીધી છે. જે કોઇપણ બેટ્સમેનની એક જ ઈનિગ્સમાં ફટકારવામાં આવેલી સિક્સરમાં સૌથી વધુ છે. તેણે ધમાકેદાર બેટિંગ કરતા 148 રન ફટકારી દીધા […]

Sports
WhatsApp Image 2019 06 18 at 6.50.52 PM ICC World Cup : અફઘાનિસ્તાન સામે મોર્ગને બનાવ્યો રેકોર્ડ, મેચમાં ફટકારી 17 સિક્સર

આઈસીસી વિશ્વકપ 2019નાં 24માં મુકાબલામાં હોસ્ટ ઈંગ્લેન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચે માનચેસ્ટરનાં ટ્રેફર્ડ મેદાનમાં મેચ રમાઇ રહી છે. જ્યા આજે પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડ કેપ્ટન મોર્ગને એક જ ઈનિગ્સમાં સૌથી વધુ 17 સિક્સર ફટકારી દીધી છે. જે કોઇપણ બેટ્સમેનની એક જ ઈનિગ્સમાં ફટકારવામાં આવેલી સિક્સરમાં સૌથી વધુ છે. તેણે ધમાકેદાર બેટિંગ કરતા 148 રન ફટકારી દીધા હતા અને ટીમને મજબૂત ટાર્ગેટ સુધી પહોચાડવામાં મહત્વનો ફાલો નોંધાવ્યો હતો.

મોર્ગને અફઘાનિસ્તાન વિરુદ્ધ પોતાના કેરિયરની શાનદાર અને ધમાકેદાર સદી ફટકારી છે. મોર્ગનની બેટિંગ દરમિયાન તેની સ્ટ્રાઇક રેટ પર નજર નાખતા ખ્યાલ આવી જાય છે કે તે આજે કેવા ફોર્મમાં રમી રહ્યો હતો.

WhatsApp Image 2019 06 18 at 7.01.01 PM 1 ICC World Cup : અફઘાનિસ્તાન સામે મોર્ગને બનાવ્યો રેકોર્ડ, મેચમાં ફટકારી 17 સિક્સર

મોર્ગનનાં આઉટ થયા બાદ દર્શકોએ ઉભા થઇને તેની ઈનિગ્સને સમ્માન આપ્યુ હતુ.

ઈંગ્લેન્ડે અત્યાર સુધી પોતાની ચાર મેચોમાંથી ફક્ત એક મેચમાં જ હારનો સ્વાદ ચાખ્યો છે. તો બીજી તરફ અફઘાનિસ્તાન પોતાની પ્રથમ જીત માટે તરસી રહી છે.

ઈંગ્લેન્ડની ટીમે અફઘાનિસ્તાન વિરુદ્ધ 397 રન બનાવી દીધા છે. જે ઈંગ્લેન્ડનાં વિશ્વકપમાં સૌથી વધુ રન છે. આ પહેલા ઈંગ્લેન્ડે આ જ વર્ષે બાંગ્લાદેશ વિરુદ્ધ 386 રન બનાવ્યા હતા. તે પહેલા વર્ષ 2011માં ભારત વિરુદ્ધ ઈંગ્લેન્ડે  338 રન બનાવ્યા હતા.

WhatsApp Image 2019 06 18 at 7.01.01 PM ICC World Cup : અફઘાનિસ્તાન સામે મોર્ગને બનાવ્યો રેકોર્ડ, મેચમાં ફટકારી 17 સિક્સર

ટીમ રેન્કિંગ

ઈંગ્લેન્ડઃ 1
અફઘાનિસ્તાનઃ 10

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.