India-Australia-Foruth Test-day-3/ ચોથી ટેસ્ટમાં ગિલની સદીની મદદથી ઓસ્ટ્રેલિયાને ભારતનો 3 વિકેટે 289 રન કરી મક્કમ જવાબ

ઓસ્ટ્રેલિયા સામે ચોથી અને અંતિમ ટેસ્ટના ત્રીજા દિવસે ઓસ્ટ્રેલિયાના 480 રનના જવાબમાં ભારતે ઓપનર ગિલની સદીની મદદથી 3 વિકેટે 289 રન કરી મક્કમ જવાબ આપ્યો છે.

Sports
India Australia Fourth Test Day 3 ચોથી ટેસ્ટમાં ગિલની સદીની મદદથી ઓસ્ટ્રેલિયાને ભારતનો 3 વિકેટે 289 રન કરી મક્કમ જવાબ

ઓસ્ટ્રેલિયા સામે ચોથી અને અંતિમ ટેસ્ટના ત્રીજા દિવસે ઓસ્ટ્રેલિયાના 480 રનના જવાબમાં ભારતે ઓપનર ગિલની સદીની મદદથી 3 વિકેટે 289 રન કરી મક્કમ જવાબ આપ્યો છે. આમ ભારતને હવે ફોલોઓનનો ભય રહ્યો નથી. ચોથા દિવસે ભારતે થોડી ઝડપી રમત દાખવી ઓસ્ટ્રેલિયાના સ્કોરની બને તેટલું નજીક જવાનો પ્રયત્ન કરશે. ત્રીજા દિવસની રમતના અંતે વિરાટ કોહલી 59 અને રવિન્દ્ર જાડેજા 16 રને રમતમાં હતા. ઓપનર ગિલે 235 બોલમાં 12 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 128 રન ફટકારી કારકિર્દીની બીજી સદી મારી હતી. ઓસ્ટ્રેલિયા સામે તેની પ્રથમ સદી હતી. કોહલીએ પણ લાંબા સમય પછી ટેમ્પરામેન્ટ દાખવતા અણનમ હાફ સેન્ચુરી નોંધાવી હતી. સ્વાભાવિક રીતે ચોથા દિવસે કોહલીની નજર સદી પર હશે. કોહલી વન-ડે અને ટી-20માં પરત મેળવેલા ફોર્મનું હવે ટેસ્ટમાં પુનરાવર્તન કરવા માંગે છે.

આ પહેલા ઓસ્ટ્રેલિયાએ ભારત સામે ચોથી અને અંતિમ ટેસ્ટમાં India-Australia Fourth Test-Day-3 બીજા દિવસે ખડકેલા 480 રનના જવાબમાં ભારતે ગઇકાલના વિના વિકેટે 36 રનથી રમવાનો પ્રારંભ કરતા ત્રીજા દિવસે ટી સુધીમાં બે વિકેટે 188 રન કર્યા હતા. શુભમન ગિલ કારકિર્દીની બીજી સદી ફટકારતા 197 બોલમાં દસ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 103 રન કરી રમી રહ્યો હતા.  જ્યારે ચેતેશ્વર પૂજારા ટી પહેલા જ 42 રન કરી આઉટ થયો હતો. આ પહેલા પહેલા સેશનમાં ટીમ ઈન્ડિયાએ રોહિત શર્માની વિકેટ ગુમાવી દીધી છે, પરંતુ ગિલ-પુજારાએ ટીમ ઈન્ડિયાની ઇનિંગ્સ સંભાળી હતી.

લંચ પછી ભારતની રમત ઘણી ધીમી રહી હતી. ભારતે લંચ પછીની 26 ઓવરમાં 59 રન જ ઉમેર્યા હતા અને એક વિકેટ ગુમાવી હતી. ગિલે કારકિર્દીની બીજી સદી ફટકારી હતી. આમ કેએલ રાહુલ જે તક ઝડપવામાં નિષ્ફળ ગયો તેને ગિલે ઝડપી લીધી હતી. હવે ગિલ જેટલું લાંબુ રમશે તેટલા પ્રમાણમાં તેની આગામી ટેસ્ટ શ્રેણી નિશ્ચિત મનાશે. ગિલનું ફોર્મ રાહુલની ટેસ્ટ કારકિર્દી પૂરી કરી નાખે તો આશ્ચર્ય નહી થાય.  ગિલ અને પૂજારા વચ્ચે બીજી વિકેટની 113 રનની ભાગીદારી નોંધાઈ હતી. તેના પહેલા ગિલ અને કેપ્ટન રોહિત શર્મા વચ્ચે પહેલી વિકેટની 74 રનની ભાગીદારી નોંધાઈ હતી.

ચેતેશ્વર પુજારા અને શુભમન ગિલ ટીમ ઈન્ડિયાની ઇનિંગને આગળ India-Australia Fourth Test-Day-3 ધપાવી હતી., બંને વચ્ચે 50 રનની ભાગીદારી પૂરી થઈ છે.  અમદાવાદ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા રનની ગતિને વેગ આપ્યો હતો. ઓપનર શુભમન ગિલે અહીં પોતાની અડધી સદી પૂરી કરી હતી., આ સાથે જ ટીમ ઈન્ડિયાનો સ્કોર પણ 100ને પાર કરી ગયો હતો. ભારતીય ટીમે 29 ઓવરમાં 1 વિકેટના નુકસાન પર 100 રન બનાવી લીધા હતા. ચેતેશ્વર પૂજારા શુભમન ગિલ સાથે ક્રિઝ પર હતા.

આ પહેલા ઓસ્ટ્રેલિયાએ ઓપનર ઉસ્માન ખ્વાજા અને કેમરુન ગ્રીનની સદીની India-Australia Fourth Test-Day-3 મદદથી 480 રનનો જંગી સ્કોર ખડક્યો હતો. તેના પગલે ઓસ્ટ્રેલિયાએ અંતિમ ટેસ્ટમાં તેનો પરાજય ન થાય તે સુનિશ્ચિત કરી દીધું છે. ભારતે કમસેકમ ફોલોઓન નિવારવું હોય તો પણ ત્રીજા દિવસે આખો દિવસ બેટિંગ કરવી પડે તેમ છે. ભારત બે દિવસ રમે પછી ઓસ્ટ્રેલિયાની સમકક્ષ પહોંચી શકશે. આ સંજોગોમાં ભારતે લીડ આપવા અઢી દિવસ બેટિંગ કરવી પડે તેમ છે. આ સંજોગોમાં જો ભારતે સારી બેટિંગ કરી તો ઓસ્ટ્રેલિયા માટે મેચ ડ્રોમાં લઈ જવાનો રસ્તો સરળ થઈ જશે.

ઓસ્ટ્રેલિયા પણ જાણતું હશે જ કે આ પીચ પર તેના માટે મેચ જીતવી સરળ નથી. India-Australia Fourth Test-Day-3 ભારતીય સ્પિનરોએ વિકેટ લેવામાં જે રીતે સંઘર્ષ કરવો પડ્યો તે જોતાં લાગે છે કે ઓસ્ટ્રેલિયાના સ્પિનરોને પણ તકલીફ પડશે. આ સંજોગોમાં અમદાવાદમાં રમાનારી ટેસ્ટમેચ ડ્રોમાં જાય તેવી સંભાવના હાલમાં 50 ટકાએ પહોંચી ગઈ છે. પણ તેના માટેની પૂર્વશરત એ છે કે ભારત આખો ત્રીજો દિવસ બેટિંગ કરીને ફોલોઓન નીવારે તે છે. તેથી ભારતનું પ્રથમ લક્ષ્યાંક ફોલોઓન ન થવાનું છે. તેના પછી બીજું લક્ષ્યાંક ઓસ્ટ્રેલિયાના સ્કોરની બને તેટલા નજીક પહોંચવાનું છે. આ સ્કોર વટાવી ગયા પછી ઓસ્ટ્રેલિયાને બને તેટલી લીડ આપવાનું રહેશે.

આ પણ વાંચોઃ Lalu-ED Raid/ લાલુપ્રસાદના સંતાનો-સગાસંબંધીઓને ત્યાં પાડેલા દરોડામાં શું-શું મળ્યું?

આ પણ વાંચોઃ Tejasvi Yadav-CBI Summons/ તેજસ્વી યાદવ મુશ્કેલીમાં: CBIએ ડેપ્યુટી સીએમને પૂછપરછ માટે બીજી વખત સમન્સ જારી કર્યા

આ પણ વાંચોઃ Cricket/ ધોની છેલ્લી વખત IPLમાં રમતા જોવા મળશે, મેથ્યુ હેડનની ભવિષ્યવાણી