t20 wc 2022/ ટી-20 વર્લ્ડકપમાં વધુ એક મોટો અપસેટ, ઝીમ્બાબ્વેએ પાકિસ્તાનને એક રનથી હરાવ્યું

T20 વર્લ્ડ કપમાં ઝિમ્બાબ્વેએ પાકિસ્તાનને એક રનથી હરાવ્યું. ગુરુવારે  પર્થમાં રમાયેલી મેચમાં ઝિમ્બાબ્વેએ પાકિસ્તાનને 131 રનનો ટાર્ગેટ આપ્યો હતો

Top Stories Sports
6 38 ટી-20 વર્લ્ડકપમાં વધુ એક મોટો અપસેટ, ઝીમ્બાબ્વેએ પાકિસ્તાનને એક રનથી હરાવ્યું

T20 વર્લ્ડ કપમાં ઝિમ્બાબ્વેએ પાકિસ્તાનને એક રનથી હરાવ્યું. ગુરુવારે  પર્થમાં રમાયેલી મેચમાં ઝિમ્બાબ્વેએ પાકિસ્તાનને 131 રનનો ટાર્ગેટ આપ્યો હતો, પરંતુ તે આઠ વિકેટે 129 રન જ બનાવી શક્યું હતું. વર્તમાન ટુર્નામેન્ટમાં પાકિસ્તાનની આ સતત બીજી હાર છે. આ પહેલા પ્રથમ મેચમાં પાકિસ્તાનને ભારત સામે ચાર વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો.

 છેલ્લી ઓવરનો રોમાંચ

પાકિસ્તાનને છેલ્લી ઓવરમાં 11 રનની જરૂર હતી. નવાઝે બ્રાડ ઇવાન્સના પહેલા બોલ પર ત્રણ રન લીધા હતા. પછીના બોલ પર વસીમે ચોગ્ગો ફટકાર્યો. હવે પાકિસ્તાને ચાર બોલમાં ચાર બનાવવાની હતી. ત્યારબાદ ત્રીજા બોલ પર વસીમે એક રન લીધો એટલે કે હવે ત્રણ બોલમાં ત્રણ રન થવાના હતા. નવાઝ ચોથા બોલ પર કોઈ રન લઈ શક્યો ન હતો, જેના કારણે હવે પાકિસ્તાનને બે બોલમાં ત્રણ રન બનાવવા પડ્યા હતા. નવાઝ પર દબાણ વધી ગયું હતું અને તે પાંચમા બોલ પર આઉટ થયો હતો. છેલ્લા બોલ પર ત્રણ રન બનાવવાના હતા, પરંતુ પાકિસ્તાનની ટીમ માત્ર એક રન બનાવી શકી હતી.

પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાનનું બેટ ફરી એકવાર ચાલ્યું ન હતું. રિઝવાન 14 અને બાબર 4 રન જ બનાવી શક્યા હતા. બાદમાં ઈફ્તિખાર અહેમદ પણ ગયો, જેના કારણે પાકિસ્તાનનો સ્કોર ત્રણ વિકેટે 36 રન થઈ ગયો. આ પછી શાન મસૂદ (44 રન) અને શાદાબ ખાને (17 રન) ચોથી વિકેટ માટે 52 રનની ભાગીદારી કરીને પાકિસ્તાનની આશા વધારી દીધી હતી. પરંતુ સિકંદર રજાએ એક જ ઓવરમાં શાદાબ અને હૈદર અલીને આઉટ કરીને ઝિમ્બાબ્વેની આશા જગાવી હતી. રઝાએ પોતાની આગલી ઓવરમાં શાન મસૂદને પણ આઉટ કર્યો, જે બાદ પાકિસ્તાનની ટીમ ટકી શકી નહીં. સિકંદર રઝાએ 25 રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી. આ સાથે જ બ્રાડ ઈવાન્સે બે ખેલાડીઓને આઉટ કર્યા હતા.