Not Set/ મોદી સરકારમાં આ કેન્દ્રીય મંત્રી કુંભમેળામાં બનશે મહામંડલેશ્વર

નવી દિલ્હી, ૧૫મી જાન્યુઆરીથી ૪ માર્ચ સુધી હિન્દુ કેલેન્ડરના માઘ માસમાં પ્રયાગરાજ ખાતે આયોજિત કરવામાં આવી રહેલા કુંભમેળા પહેલાની તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી ચુકી છે, ત્યારે આ કુંભમેળામાં વર્તમાન મોદી સરકારમાં કેન્દ્રીયમંત્રી સાધ્વી નિરંજન જ્યોતિને મહામંડલેશ્વર બનવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. સાધ્વી નિરંજન જ્યોતિને શ્રી પંચાયતી નિરંજની અખાડાની મહામંડલેશ્વર બનાવવામાં આવશે અને આ […]

Top Stories India Trending

નવી દિલ્હી,

૧૫મી જાન્યુઆરીથી ૪ માર્ચ સુધી હિન્દુ કેલેન્ડરના માઘ માસમાં પ્રયાગરાજ ખાતે આયોજિત કરવામાં આવી રહેલા કુંભમેળા પહેલાની તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી ચુકી છે, ત્યારે આ કુંભમેળામાં વર્તમાન મોદી સરકારમાં કેન્દ્રીયમંત્રી સાધ્વી નિરંજન જ્યોતિને મહામંડલેશ્વર બનવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે.

મોદી સરકારમાં આ કેન્દ્રીય મંત્રી કુંભમેળામાં બનશે મહામંડલેશ્વર

સાધ્વી નિરંજન જ્યોતિને શ્રી પંચાયતી નિરંજની અખાડાની મહામંડલેશ્વર બનાવવામાં આવશે અને આ સાથે જ તેઓ આ અખાડાના ૧૬માં મહિલા મહામંડલેશ્વર બનશે.

શ્રી પંચાયતી નિરંજની અખાડાની છાવણીમાં ચાદરવિધિ અને વૈદિક મંત્રોચ્ચાર સાથે જ તેઓને મહામંડલેશ્વરની પદવી મળશે. આ દરમિયાન સાધ્વી નિરંજન જ્યોતિનેપટ્ટાભિષેક પણ થશે.

DvCRvzYVYAAK ez મોદી સરકારમાં આ કેન્દ્રીય મંત્રી કુંભમેળામાં બનશે મહામંડલેશ્વર

સાધ્વી નિરંજન જ્યોતિને મહામંડલેશ્વર બનાવતા પહેલા તેઓની સાથે બીજા સંતોના પણ આવેદન આવ્યા હતા, પરંતુ અંતે તેઓની યોગ્યતાના ધ્યાનમાં રાખીને નિર્ણય કરવામાં આવ્યો છે.

કુંભમેળાને લઈ કરવામાં આવેલી ખાસ તૈયારીઓ :

-નદી પર બેરિકેડિંગ થયેલ છે.

– સીસીટીવી કેમેરોથી મોનીટરીંગ કરવામાં આવશે અને વિડિઓ એનાલિટિકનો ઉપયોગ થશે.

– ઇન્ટિગ્રેટેડ નિયંત્રણ આદેશ કેન્દ્ર બનાવવામાં આવેલ છે.

– ૪૦,૦૦૦ એલઇડી લાઇટ અને સ્પાયરલ લાઈટ લગાવવામાં આવી છે.

– લેઝર શો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રદર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે.

– તીર્થયાત્રીઓ માટે સેલ્ફી પોઈન્ટ, ફૂડ કોર્ટ અને કૉફી પોઇન્ટ બનાવ્યાં છે.

– આખા પ્રયાગરાજની પેન્ટિંગની અને સંસ્કૃતિના કાર્યક્રમો માટે કન્વેન્શન હોલ બનાવવામાં આવ્યા છે.

– પ્રયાગથી સંબંધિત પ્રવાસનની વાર્તા અને ઉત્તર પ્રદેશના સંપ્રદાયને બતાવવામાં આવશે.

– સંસ્કૃત ગામ માં ઇન્ડો વેલી સંસ્કૃતિ અને ઇતિહાસ પ્રદર્શિત થશે.

– ભારતના બધા કલાઓને બતાવશે.

– વિદેશી પ્રવાસીઓ માટે ટેન્ટ સિટી બનાવ્યું છે, જ્યાં સામાન્ય અને પ્રીમિયમ ક્લાસના ટેન્ટ મળશે.

– ૨૦,૦૦૦થી વધુ લોકોના રહેવાની સુવિધા છે, જ્યાં તેમને ભોજન પણ મળશે. આ ઉપરાંત ભંડારાની પણ વ્યવસ્થા કરાઈ છે.

– સંગમ પર ૨૦ લાખથી વધુ કલ્પવાસ રહેશે, જેના માટે ખાદ્યાન્ન વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

– દરેક સેક્ટરમાં બે એટીએમ મુકવામાં આવ્યા છે.

– ટ્રાફિકની સુગમતા માટે ૫ લાખ ગાડીઓની પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.