welcome/ કોહલી અને શમીને પીરસવામાં આવ્યું ખાસ મેનુ

ફાઇનલમાં પહોંચેલી ભારતીય ક્રિકેટ ટીમ અમદાવાદ ગુરુવારે સાંજે પહોંચી ગઈ છે. ભારતની ટીમ અમદાવાદમાં આઇટીસી નર્મદામાં રોકાઈ છે. ગુરુવારે અમદાવાદ આવી પહોંચેલી ભારતીય ક્રિકેટ ટીમ માટે ખાસ મેનુ તૈયાર કરવામાં આવ્યું છે. તેમા પણ ભારતના વિજયના કર્ણધાર મોહમ્મદ શમી અને વિરાટ કોહલીનું હોટેલમાં શાહી અંદાજમાં સ્વાગત કરવામાં આવ્યું હતું.

Top Stories Sports
YouTube Thumbnail 29 1 કોહલી અને શમીને પીરસવામાં આવ્યું ખાસ મેનુ

અમદાવાદઃ ફાઇનલમાં પહોંચેલી ભારતીય ક્રિકેટ ટીમ અમદાવાદ ગુરુવારે સાંજે પહોંચી ગઈ છે. ભારતની ટીમ અમદાવાદમાં આઇટીસી નર્મદામાં રોકાઈ છે. ગુરુવારે અમદાવાદ આવી પહોંચેલી ભારતીય ક્રિકેટ ટીમ માટે ખાસ મેનુ તૈયાર કરવામાં આવ્યું છે. તેમા પણ ભારતના વિજયના કર્ણધાર મોહમ્મદ શમી અને વિરાટ કોહલીનું હોટેલમાં શાહી અંદાજમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. એરપોર્ટ પર પણ તેમનું ખાસ સ્વાગત કરવામાં આવ્યું હતું.

ભારતીય ક્રિકેટરો માટે ખાસ પ્રકારનું તૈયાર કરવામાં આવ્યું હતું. તેમા પણ ભારતના સ્ટાર ખેલાડી વિરાટ કોહલી અને મોહમ્મદ શમી માટે વિશેષ મેનુ તૈયાર કરવામાં આવ્યું હતું. બંને ખેલાડીઓને મલ્ટી મિલેટ બ્રાઉની, તલ, જુવાર પાક, અંજીર, રાજગરાના પેંડા, રાગી મિલેટ્સ, બનાના વોલનટ કેક, પફ બાજરા, મિલેક કૂકી, રાજગરા પિનટ બટર અને જુવારના લાડુ પીરસવામાં આવ્યા હતા.

ભારતીય ક્રિકેટ ટીમમાં વિરાટ કોહલી અને મોહમ્મદ શમી સહિતના ખેલાડીઓ પણ તેમને મળેલા નવા જ પ્રકારના વ્યંજનથી ખુશ હતા. તેઓને આ વાનગીઓનો ટેસ્ટ પણ પસંદ આવ્યો હતો. જ્યારે કેટલાકે તો આ પ્રકારની વાનગીઓની રેસિપી પણ પૂછી લીધી હતી. તેઓનું કહેવું હતું કે આ પ્રકારની વાનગીઓએ તેમણે બીજે ક્યાંય ખાધી નથી.

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પહેલના પગલે દરેક હોટેલથી લઈને રેસ્ટોરા મિલેટ્સની વાનગીઓને તેમનો હિસ્સો બનાવવા લાગી છે. તેથી રાજકારણીઓ સહિત ટોચના ઉદ્યોગપતિઓ, કલાકારો, ફિલ્મસ્ટારો વગેરે મિલેટ્સની વાનગી આરોગતા નજરે ચડે છે અને હવે તેમા ક્રિકેટરોનો ઉમેરો થયો છે. 2023ના વર્ષને ઇન્ટરનેશનલ મિલેટ્સ ઓફ ધ યર જાહેર કરવામાં આવ્યું છે.

ભારત રવિવારે ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. ઓસ્ટ્રેલિયાની ટીમ આજે અમદાવાદ આવી પહોંચશે. ઓસ્ટ્રેલિયાએ ગુરુવારે ઇડન ગાર્ડનમાં સાઉથ આફ્રિકાને હરાવી આઠમી વખત વર્લ્ડકપ ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. સાઉથ આફ્રિકા ચોથી વખત વર્લ્ડ કપ ફાઇનલમાં હાર્યું છે.


આ પણ વાંચોઃ Jammu Kashmir/ કાશ્મીરના કુલગામમાં સેનાએ 3 આતંકીઓને ઠાર માર્યા, સર્ચ ઓપરેશન ચાલુ

આ પણ વાંચોઃ Israel Hamas War/ ગાઝામાં 11 હજારથી વધુ પેલેસ્ટાઈનના મોત, 2700થી વધુ ગુમ

આ પણ વાંચોઃ World Cup 2023/ ભારત-ઓસ્ટ્રેલિયા 20 વર્ષ બાદ ફરી વર્લ્ડકપની ફાઇનલમાં ટકરાશે