જમ્મુ-કાશ્મીર/ PM મોદી રાજોરીમાં સૈનિકો સાથે ઉજવશે દિવાળી

PM ની મુલાકાતની તૈયારીના ભાગરૂપે સેનાએ પણ જવાનોને ખૂબ જ સતર્ક કરી દીધા છે. બે વર્ષ પહેલા 27 ઓક્ટોબર, 2019ના રોજ વડાપ્રધાને રાજોરીમાં જ સૈનિકો સાથે દિવાળીનો તહેવાર ઉજવ્યો હતો.

Top Stories India
pan 2 7 PM મોદી રાજોરીમાં સૈનિકો સાથે ઉજવશે દિવાળી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજોરીમાં LOC પર ફોરવર્ડ પોસ્ટ પર સૈનિકો વચ્ચે દિવાળી ઉજવશે. વર્ષ 2019માં પણ વડાપ્રધાને રાજોરીમાં જ ફોરવર્ડ એરિયામાં દિવાળીની ઉજવણી કરીને સૈનિકોનું મનોબળ વધાર્યું હતું. ગુરુવારે LoCના નૌશેરા સેક્ટરમાં વડાપ્રધાનની મુલાકાતનો પ્રસ્તાવ છે, તેના માટે તૈયારીઓ કરવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજોરી ખાતે બ્રિગેડ હેડક્વાર્ટર, નૌશેરામાં ફોરવર્ડ એરિયા સહિત કેટલાક અન્ય સ્થળોએ જવાનોને મળીને દિવાળીનો તહેવાર ઉજવશે. પીએમની મુલાકાતની તૈયારીના ભાગરૂપે સેનાએ પણ જવાનોને ખૂબ જ સતર્ક કરી દીધા છે. બે વર્ષ પહેલા 27 ઓક્ટોબર, 2019ના રોજ વડાપ્રધાને રાજોરીમાં જ સૈનિકો સાથે દિવાળીનો તહેવાર ઉજવ્યો હતો.

આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશન વચ્ચે PMની મુલાકાતને લઈને હાઈ એલર્ટ

રાજોરી અને પૂંચ જિલ્લાના સરહદી વિસ્તારોમાં સ્થિત ગાઢ જંગલોમાં ત્રણ અઠવાડિયાથી આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશન ચાલી રહ્યું છે. દરમિયાન વડાપ્રધાનની રાજોરી અંગે સુરક્ષા દળોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. 11 ઓક્ટોબરે ચામરેડના જંગલમાં આતંકી હુમલામાં JCO સહિત પાંચ જવાનો શહીદ થયા હતા. આ પછી, મેંધરના ભટાદુડિયામાં બીજો હુમલો થયો, જેમાં જેસીઓ સહિત ચાર જવાન શહીદ થયા. અત્યાર સુધી આ સમગ્ર ઓપરેશનમાં હુમલો કરનાર કોઈ આતંકવાદી મળી આવ્યો નથી. અનેક લોકોની ધરપકડ કરવામાં આવી છે. આવા સંજોગોમાં વડાપ્રધાનની રાજોરી મુલાકાતને લઈને સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર છે.

2020માં લોંગાવાલા બોર્ડર પર સૈનિકો સાથે દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી

વર્ષ 2020માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના જેસલમેર સ્થિત લોંગાવાલા બોર્ડર પર સૈનિકો સાથે દિવાળીની ઉજવણી કરી હતી. તેમની સાથે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત અને આર્મી ચીફ એમએમ નરવણે પણ હતા. મોદી દર વર્ષે સરહદ પર તૈનાત જવાનો સાથે દિવાળીનો તહેવાર ઉજવે છે.

મોદી 2014થી સતત સરહદ પર પહોંચી રહ્યા છે

2014 માં કાર્યભાર સંભાળ્યા પછી, PM હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને પંજાબ, રાજસ્થાન અને જમ્મુ અને કાશ્મીરના આગળના વિસ્તારોમાં સૈનિકો સાથે દિવાળીની ઉજવણી કરી રહ્યા છે.

Vaccine / ભારતની Covaxinને WHO તરફથી ઈમરજન્સી ઉપયોગની મંજૂરી, જાણો શા માટે આ નિર્ણય મહત્વપૂર્ણ છે

World / અમેરિકામાં દિવાળીની ઉજવણી, ધાર્મિક મહત્વને માન્યતા આપવાનો પ્રસ્તાવ રજૂ

સાવધાન! / ધોરણ 10માં ભણતા વિધાર્થીએ પોતાના જ અપહરણનું કર્યું નાટક, જાણો કેમ..?