પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરના રેવાડી મંદાર ખંડને દેશને સમર્પિત કરાયું. આ ઈવેન્ટનું આકર્ષણ ડબલ ડેકર કન્ટેઇનર ધરાવતી વિશ્વની સૌથી લાંબી ટ્રેન છે. જેને પ્રધાનમંત્રીએ ગ્રીન સિગ્નલ આપ્યું છે.
- આ કોરિડોરમાં માત્ર ગુડ્ઝ ટ્રેઇન જ દોડશે
- ગુડ્ઝ ટ્રેઇનની ઝડપ હશે 100 કિમી/કલાક
- માલસામાની હેરફેરમાં આવશે જોરદાર વૃદ્ધિ
- કોરિડોર જોડશે મલ્ટી મોડલ લોજીસ્ટિક હબને
દેશમાં વિકાસની ગતિને વેગ આપવામાં રેલવેનો પહેલેથી બહુ મોટો ફાળો રહ્યો છે. આધુનિક ટેક્નોલોજી અને દુનિયાના બાકી દેશોના પડકાર વચ્ચે માલની હેરફેર પણ હવે સુપર સ્પીડથી થાય તે જરૂરી છે. ત્યારે એ જ દિશામાં બહુ મોટું પગલું ભરાયું છે વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરથી. આ કોરિડોરની ખાસ વાત એ હશે કે અહીંના ટ્રેક પર માત્ર ગુડ્ઝ ટ્રેઇન જ દોડશે. એટલે કે કોઈ બિનજરૂરી સ્ટોપેજ નહીં આવે.
એ સાથે જ આ કોરિડોર પર જેટલાં સ્ટેશન આવશે એ બધા માલસામાન માટેના જ હશે. એટલે કે લોકો અહીં નહીં આવે. બીજી સૌથી ખાસ વાત એ હશે કે ઈલેક્ટ્રિક ટ્રેક્શનથી દોડતી ગુડ્ઝ ટ્રેનને આ કોરિડોરમાં 100 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડાવાશે. આ ટ્રેક પર ડબલ ડેકર ટ્રેન દોડાવવાની હોવાથી ઈલેક્ટ્રિસિટીનો કેબલ પણ એટલો ઉંચો રખાયો છે. આ કોરિડોર 306 કિલોમીટરનો છે. જે દેશના તમામ મહત્વના ઔદ્યોગિક શહેરોને જોડશે.
- ડબલ ડેકર ગુડ્ઝ ટ્રેન છે ખાસ આકર્ષણ
- 1.5 કિલોમીટર લાંબી ડબલ ડેકર ટ્રેન
- આ પ્રકારની વિશ્વની પહેલી ટ્રેન ભારતમાં
- દોડશે વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર પર
- ઓછા ખર્ચમાં વધુ માલસામાન પહોંચાડશે
આ કોરિડોરની સાથે દોઢ કિલોમીટર લાંબી વિશ્વની પહેલી ડબલ ડેકર ટ્રેન પણ આકર્ષણનું કેન્દ્ર છે. જી હા, તમે બરાબર સાંભળ્યું છે ટ્રેનની લંબાઈ દોઢ કિલોમીટર હશે. અને દોઢેય કિલોમીટર સુધી તેમાં એકની ઉપર એક એમ ડબલ ડબ્બા હશે. વિચારો એટલે કે વેગનની લંબાઈ થશે ત્રણ કિલોમીટર. આ પ્રકારની આટલી લંબાઈવાળી ટ્રેન વિશ્વમાં બીજે ક્યાંય દોડતી નથી. સૌથી મોટી વાત એ છે કે ઓછા ઈંધણમાં આ ટ્રેન વધુ માલસામાનની હેરફેર કરી શકશે. આ કોરિડોરથી દેશના અનેક ઉદ્યોગોને બહુ મોટો લાભ થવાનો તેમાં કોઈ શંકા નથી.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…