રેલવે સ્ટેશનો પર ભીડ ઘટાડવા માટે રેલવે કોરોના સમયગાળા દરમિયાન પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં વધારો કર્યો હતો. પ્લેટફોર્મ પર હાજરી ઘટાડવા માટે રેલવેએ પ્લેટફોર્મ ટિકિટની કિંમત 30 રૂપિયા કરી દીધી હતી. પરંતુ હવે કોરોનાના કેસમાં ઘટાડો થયો છે અને સ્થિતિ સામાન્ય થઈ ગઈ છે. માટે રેલવેએ ફરી એકવાર પ્લેટફોર્મ ટિકિટના ભાવ ઘટાડવાનો નિર્ણય લીધો છે.
આવતી કાલથી એટલે કે 7 એપ્રિલથી અમદાવાદ ડિવિઝનના તમામ સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટની કિંમતમાં ધરખમ ઘટાડો કરવામાં આવ્યો છે. 7 એપ્રિલથી અમદાવાદ ડિવિઝનના તમામ સ્ટેશનો પરના પ્લેટફોર્મ ટિકિટ રૂપિયા દસમાં મળશે.
અમદાવાદ રેલવે બોર્ડે 7 એપ્રિલથી પ્લેટફોર્મ ટિકિટના ભાવ ઘટાડવાનો નિર્ણય લીધો છે. અગાઉના કોરોનાને ધ્યાનમાં રાખીને પ્લેટફોર્મ ટિકિટની કિંમત 30 રૂપિયા હતી. પરંતુ ગુરુવાર, 7 એપ્રિલથી પ્લેટફોર્મ ટિકિટની કિંમત ઘટીને રૂ. 10 કરવામાં આવી છે. આ નિયમ અમદાવાદ ડિવિઝનના તમામ રેલવે સ્ટેશનો પર લાગુ થશે. રેલવે બોર્ડે એક પ્રેસ રિલીઝમાં આ માહિતી આપી છે.