બિપરજોય/ વાવાઝોડાને પીજીવીસીએલનું વીજતંત્ર કેવી રીતે પહોંચી વળશે તે જાણો

બીપોરજોય વાવાઝોડુ ત્રાટકવાની ચેતવણી સામે પીજીવીસીએલના તંત્રે એકશન મોડના આવી અગમચેતીના પગલા લીધા હોવાનું સૂત્રોએ ઉમેર્યુ હતું. પીજીવીસીએલનું વીજતંત્ર એકદમ હાઇ એલર્ટ મોડ પર છે. 

Top Stories Gujarat
Untitled 54 1 વાવાઝોડાને પીજીવીસીએલનું વીજતંત્ર કેવી રીતે પહોંચી વળશે તે જાણો

રાજકોટઃ બીપોરજોય વાવાઝોડુ ત્રાટકવાની ચેતવણી Bipperjoy સામે પીજીવીસીએલના તંત્રે એકશન મોડના આવી અગમચેતીના પગલા લીધા હોવાનું સૂત્રોએ ઉમેર્યુ હતું. પીજીવીસીએલનું વીજતંત્ર એકદમ હાઇ એલર્ટ મોડ પર છે.

ટ્રાન્‍સફોર્મરો, થાંભલા, હજારો કિમી વાયર જે તે સ્‍થળે Bipperjoy મોકલી દેવાયા છે. તમામ વીજ કર્મચારીઓની રજા રદ કરી દેવામાં આવી છે.  એક અઠવાડિયા માટે 24 કલાકની ડયુટીના આદેશો છે. પાંચ ચીફ ઇજનેરોને કચ્‍છ ,અંજાર, દ્વારકા,  ખંભાળીયા, પોરબંદર,  વેરાવળ રવાના કરી દેવામાં આવી છે.

રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં તમામ લાઇનમેન – તમામ ઇજનેરો – કોન્‍ટ્રાકટરોની ટીમોને જે તે વિસ્‍તારમાં ઉતારી દેવાઇ છે, લાઇન સ્‍ટાફ, ઇજનેર, કોન્‍ટ્રાકટરની ટીમો સ્‍ટેન્‍ડ બાય રખાઇ છે, ટ્રાન્‍સફોર્મર સહિતના તમામ સાધનો – વીજવાયરો જે તે સબ ડિવીઝન – ડિવીઝન સર્કલ ઓફિસમાં પહોંચતા કરાયા છે.

મેનેજીંગ ડાયરેકટર એમ.જે.દવેના સીધા સુપરવિઝન Bipperjoy હેઠળ તૈયારીઓ કરવામાં આવી રહ્યાનું અને વીજ કંપનીના પાંચ ચીફ ઇજનેરોને અલગ અલગ જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી ત્‍યાં પહોંચવા આદેશો કરાયા છે.

મુખ્‍ય ઇજનેર આ પાંચ ઇજનેરોમાં મુખ્‍ય ઇજનેર (ટેકનિકલ) Bipperjoy ડી.વી.લાખાણીને કચ્‍છ અને અંજાર, મુખ્‍ય ઇજનેર (પ્રોજેકટ) શ્રી આર.જે.વાળાને દ્વારકા – ખંભાળીયા, મુખ્‍ય ઇજનેર (મટીરીયલ) શ્રી એન.સી.ઘેલાણી હેડ કવાર્ટર કોર્પોરેટ કચેરી ખાતે રહી મટીરીયલની સમીક્ષા કરશે. જ્‍યારે વિશેષ મુખ્‍ય ઇજનેર (ટેકનિકલ) શ્રી પી.જે.મહેતાને પોરબંદર, વિશેષ મુખ્‍ય ઇજનેર (પ્રોજેકટ) શ્રી આર.સી.પટેલને વેરાવળની જવાબદારી સોંપવામાં આવી છે. ઉપરોકત તમામ ૫ ચીફ ઇજનેરો વિવિધ મટીરીયલ્‍સ – ટીમો સાથે જે તે જિલ્લામાં પહોંચી ગયા છે અને મીટીંગો યોજી સમીક્ષા કરી રહ્યા છે.

વાવાઝોડાના લીધે સૌરાષ્ટ્ર અને કચ્છના વીજતંત્રને કેટલું નુકસાન થશે અને તેની સામે વીજ પુરવઠો તાત્કાલિક પૂર્વવત કરવા કેટલી સામગ્રીની જરૂરિયાત પડશે તેનો અત્યારથી જ અંદાજ મૂકીને પગલાં લેવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચોઃ Rbi-Settlement/ રિઝર્વ બેન્કે સહકારી બેન્કો-એનબીએફસીની વનટાઇમ સેટલમેન્ટની વાત સ્વીકારી

આ પણ વાંચોઃ Cyclone Biporjoy/ દેખાવા લાગી બિપરજોયની અસર, જાણો વાવાઝોડાને લઈને IMDની શું કરી આગાહી

આ પણ વાંચોઃ Cyclone Biparjoy/ ભારે વરસાદ અને 135 KM પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે પવન, 15 જૂને કચ્છમાં ત્રાટકશે બિપરજોય; દરિયાકાંઠાના વિસ્તારોમાં શાળા-કોલેજો બંધ

આ પણ વાંચોઃ બિપરજોય-પીએમ મોદી/ ચક્રવાતનો સામનો કરવા પીએમ મોદી રચશે કયો ‘ચક્રવ્યૂહ’

આ પણ વાંચોઃ Cyclone Biporjoy/ સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠેથી પસાર થશે Cyclone Biporjoy, પાકિસ્તાનના કરાચીમાં કરશે લેન્ડફોલ, 150 KM સુધી રહેશે