Not Set/ ચૂંટણી પંચે દિલ્હી વિધાનસભાની ચૂંટણીનું કર્યુ એલાન, જાણો કઇ તારીખે થશે મતદાન

ચૂંટણી પંચે દિલ્હી વિધાનસભાની ચૂંટણીની તારીખોની ઘોષણા કરી દીધી છે. મુખ્ય ચૂંટણી કમિશનર (સીઈસી) સુનિલ અરોરાએ કહ્યું છે કે, આવતા મહિને 8 મી ફેબ્રુઆરીએ રાજધાની દિલ્હીમાં 70 બેઠકો પર મતદાન થશે. 11 ફેબ્રુઆરીએ પરિણામ જાહેર કરવામાં આવશે. ચૂંટણી પંચનાં અધિકારીઓએ પત્રકાર પરિષદ યોજ્યા બાદ તારીખોની ઘોષણા કરી દીધી છે. દિલ્હીમાં ચુંટણીની તારીખોની ઘોષણા સાથે આચારસંહિતા […]

Top Stories India
838468 cec arora 1 ચૂંટણી પંચે દિલ્હી વિધાનસભાની ચૂંટણીનું કર્યુ એલાન, જાણો કઇ તારીખે થશે મતદાન

ચૂંટણી પંચે દિલ્હી વિધાનસભાની ચૂંટણીની તારીખોની ઘોષણા કરી દીધી છે. મુખ્ય ચૂંટણી કમિશનર (સીઈસી) સુનિલ અરોરાએ કહ્યું છે કે, આવતા મહિને 8 મી ફેબ્રુઆરીએ રાજધાની દિલ્હીમાં 70 બેઠકો પર મતદાન થશે. 11 ફેબ્રુઆરીએ પરિણામ જાહેર કરવામાં આવશે. ચૂંટણી પંચનાં અધિકારીઓએ પત્રકાર પરિષદ યોજ્યા બાદ તારીખોની ઘોષણા કરી દીધી છે. દિલ્હીમાં ચુંટણીની તારીખોની ઘોષણા સાથે આચારસંહિતા લાગુ થઈ ગઈ છે.

દિલ્હીમાં હવે અરવિંદ કેજરીવાલની સરકારનો કાર્યકાળ પૂરો થવા જઇ રહ્યો છે. આપને જણાવી દઇએ કે, દિલ્હીમાં વિધાનસભાની 70 બેઠકો છે, જે બેઠકો માટે આવતા મહિને એટલે કેે, ફેબ્રુઆરીમાં ચૂંટણી યોજાશે. જણાવી દઇએ કે, ચાલુ સરકારનો કાર્યકાળ ફેબ્રુઆરી 22 નાં રોજ પૂર્ણ થવા જઇ રહ્યો છે.

ચૂંટણી પંચ દ્વારા જણાવવામાં આવ્યું છે કે દિલ્હીમાં 14 જાન્યુઆરીએ નોટિફિકેશન જાહેર થશે. નામાંકન કરવાની છેલ્લી તારીખ 21 જાન્યુઆરી છે. નામાંકનની તપાસ 22 જાન્યુઆરી અને નામ પાછુ ખેંચવાની છેલ્લી તારીખ 24 જાન્યુઆરી છે. ચૂંટણી યોજવામાં 90 હજાર કર્મચારીઓ જોડાશે. દિલ્હીમાં કુલ 13750 મતદાન મથકો બનાવવામાં આવશે. આ મતદાન મથકો 2689 સ્થળોએ બનાવવામાં આવશે. મુખ્ય ચૂંટણી અધિકારી (સીઈઓ) કચેરી દ્વારા સોમવારે પ્રકાશિત થયેલ છેલ્લી મતદાર યાદી મુજબ, દિલ્હીની ચૂંટણીમાં કુલ 1 કરોડ 46 લાખ અને 92 હજાર મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકશે.

દિલ્હી વિધાનસભાનો કાર્યકાળ 22 ફેબ્રુઆરીએ પૂર્ણ થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં 22 ફેબ્રુઆરી સુધીમાં નવી સરકારની રચના થવી જરૂરી છે. દિલ્હીનાં મુખ્ય ચૂંટણી અધિકારી ડૉ. રણબીરસિંહે 26 ડિસેમ્બરે ચૂંટણી પંચના અધિકારીઓ સાથે બેઠક કરી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે, દિલ્હીમાં ચૂંટણીની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. જે પછી માનવામાં આવી રહ્યું છે કે ચૂંટણીની તારીખો કોઈપણ દિવસે જાહેર થઈ શકે છે. જે બાદ હવે ચૂંટણીની તારીખો આજે જાહેર કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.