Not Set/ વર્ષ 2020માં વિકેન્ડ રજામાં મજા માણવાનાં ઘણા અવસરો, જાણો 2020ની વિકેન્ડ રજાઓ વિશે..

વર્ષ 2019ની સરખામણીમાં વર્ષ 2020માં વિકેન્ડમાં એક સાથે ઘણી રજાઓ આવતી હોવાથી વિકેન્ડમાં ઍકસાથે ઘણી બધી રજામાં મજા માણવાના અવસરો પ્રાપ્ત થશે. આવો જાણીએ વર્ષભર વિકેન્ડમાં આવતી રજાઓ વિશે અને આયોજન કરો એ રજાઓમાં મજા માણવાનું….. જાન્યુઆરી : જાન્યુઆરીમાં મોટાભાગની રજાઓ બુધવારે છે. આ વખતે નવા વર્ષનો પહેલો દિવસ બુધવારે છે. જાન્યુઆરીની રજાઓની વાત કરીએ […]

Top Stories
2020 Holiday List વર્ષ 2020માં વિકેન્ડ રજામાં મજા માણવાનાં ઘણા અવસરો, જાણો 2020ની વિકેન્ડ રજાઓ વિશે..

વર્ષ 2019ની સરખામણીમાં વર્ષ 2020માં વિકેન્ડમાં એક સાથે ઘણી રજાઓ આવતી હોવાથી વિકેન્ડમાં ઍકસાથે ઘણી બધી રજામાં મજા માણવાના અવસરો પ્રાપ્ત થશે. આવો જાણીએ વર્ષભર વિકેન્ડમાં આવતી રજાઓ વિશે અને આયોજન કરો એ રજાઓમાં મજા માણવાનું…..

જાન્યુઆરી : જાન્યુઆરીમાં મોટાભાગની રજાઓ બુધવારે છે. આ વખતે નવા વર્ષનો પહેલો દિવસ બુધવારે છે. જાન્યુઆરીની રજાઓની વાત કરીએ તો, મકરસંક્રાંતિ અને પોંગલનો તહેવાર ફક્ત 15 જાન્યુઆરી (બુધવારે) ઉજવવામાં આવશે. જો કે, આ વખતે 26 જાન્યુઆરી રવિવારે પ્રજાસત્તાક દિવસ છે, જેના કારણે કોઈ વધારાની રજા મળશે નહીં. 29 જાન્યુઆરી (બુધવારે) વસંત પંચમીની ઉજવણી કરવામાં આવશે.

ફેબ્રુઆરી : વર્ષ 2020માં 21 ફેબ્રુઆરી(શુક્રવાર)એ મહા શિવરાત્રિનો પર્વ છે. સૌથી વધારે રાજ્યોમાં આ દિવસે રજા હોય છે. અને તેના પછીનાં દિવસોમાં શનિવાર અને રવિવાર છે તો તમને 3 દિવસની રજા વિકેન્ડમાં મળી શકે છે.

માર્ચ : 10 માર્ચ (મંગળવાર)એ હોળીના તહેવારની રજા ઘણા શહેરોમાં હોય છે. જો તમે 9 માર્ચ (સોમવાર)એ એક દિવસની રજા લેશો તો તમારો વિકેન્ડ મળીને ચાર દિવસ ફરવા માટે મળી શકે છે.

એપ્રિલ : 2 એપ્રિલ (ગુરૂવાર)એ રામનવમી છે, 6 એપ્રિલ(સોમવારે) મહાવીર જયંતી છે. જો તમે 3 એપ્રિલે શુક્રવારે એક દિવસની રજા લઈ શકો તો તમે 5 દિવસની એક પરફેક્ટ લોંગ ટ્રિપનો પ્લાન બનાવી શકો છો. 10 એપ્રિલ (શુક્રવાર)એ ગુડ ફ્રાઈડે છે અને તે ભારતમાં એક રાષ્ટ્રીય રજા છે. આ ટ્રિપની યોજના બનાવવા માટે તમને 10 થી 12એપ્રિલ સુધીનો 3 દિવસનો વિકેન્ડ મળી શકે છે.

મે : મજૂર દિવસનાં અવસર પર ભારતનાં ઘણા રાજ્યોમાં 1 મે(શુક્રવાર) રજા હોય છે. તો તમને 1થી 3 મે સુધી 3 દિવસ ફરવા માટે તક મળી રહી છે. 7 મે(ગુરૂવાર) બુદ્ધ પૂર્ણિમા છે અને આ દિવસે દેશનાં અડધા હિસ્સામાં રજા હોય છે. 8 મે(શુક્રવાર)એ રજા લઈને તમને 4 દિવસનો લાંબો વિકેન્ડ મળી શકે છે. ઈદ રાષ્ટ્રીય રજા છે. જે 25 મે (સોમવાર)ના રોજ આવે છે. તેની આગળનાં બે દિવસની રજા મળીને તમને 3 દિવસની રજા મળી શકે છે.

જૂન : 23 જૂન (મંગળવાર) રથયાત્રાનો તહેવાર છે. અને ભારતનાં કેટલાંક ભાગોમાં રજા છે. 22 જૂન (સોમવાર)નાં રોજ 1 દિવસની રજા લઈને તમે 4 દિવસની રજા માણી શકો છો.

ઓગષ્ટ : રક્ષાબંધન 3 ઓગષ્ટ (સોમવાર)ના રોજ છે અને આ દિવસે દેશનાં મોટાભાગનાં રાજ્યોમાં રજા છે. તો તમે શનિવાર અને રવિવાર અને સોમવાર ત્રણ દિવસની રજા એન્જોય કરી શકો છો. ઓણમ દક્ષિણ ભારતનો લોકપ્રિય તહેવાર છે. જે 31 ઓગષ્ટ(સોમવાર)ના રોજ આવે છે.

ઓક્ટોબર : 2 ઓક્ટોબર (શુક્રવાર)એ ગાંધીજયંતીની જાહેર રજા છે. પછીનાં બે દિવસ સપ્તાહનાં અંત છે. આ રીતે તમે 3 દિવસની લાંબી રજાની યોજના બનાવી શકો છો. 29 નવેમ્બર(ગુરૂવાર)એ ઈદ-એ-મિલાદની રજા છે.

નવેમ્બર : 30 નવેમ્બર(સોમવાર) ગુરૂનાનક ગુરૂપરબ છે. આ દિવસે ભારતનાં ઘણા રાજ્યોમાં રજા રહે છે. આ વખતે દીપાવલીનો તહેવાર શનિવારે 14 નવેમ્બર છે અને તમે 14 અને 15 નવેમ્બરના રોજ રજાની યોજના બનાવી શકો છો

ડિસેમ્બર : 25 ડિસેમ્બર(શુક્રવાર)ના રોજ નાતાલ છે. અને પછી સપ્તાહનાં અંતનાં બે દિવસની રજા. તો તમે ત્રણ દિવસ ફરવા જવાનું પ્લાનિંગ કરી શકો છો.

2020 Holiday List વર્ષ 2020માં વિકેન્ડ રજામાં મજા માણવાનાં ઘણા અવસરો, જાણો 2020ની વિકેન્ડ રજાઓ વિશે..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.