દુર્ઘટના/ NCRBના રિપોર્ટમાં ખુલાસો રેલવે અકસ્માતમાં 12 હજાર લોકોનાં મોત

દેશમાં રેલવે દુર્ઘટનામાં 12 હજાર લોકો ના મોત નિપજ્યાં છે ગત 2020માં પ્રતિ દિવસ 32 લોકોના સરેરાશ મોત નિપજયાં હતાં

Top Stories India
લમીીીીીી NCRBના રિપોર્ટમાં ખુલાસો રેલવે અકસ્માતમાં 12 હજાર લોકોનાં મોત

દેશમાં રેલવે દુર્ઘટનામાં 12 હજાર લોકો ના મોત નિપજ્યાં છે ગત 2020માં પ્રતિ દિવસ 32 લોકોના સરેરાશ મોત નિપજતાં હતાં આ સ્થિતિ ત્યારે નિર્માણ પામી છે કે જ્યારે કોરોનાના લીધે દેશમાં લોકડાઉન હતું. 70 ટકા અકસ્માતો ટ્રેનમાંથી પડી જવાથી અને રેલવે ટ્રેક ક્રોસ કરતી વખતે બનાવ બન્યા છે.  ટ્રેનમાંથી પડીને અને રેલ્વે ટ્રેક ક્રોસ કરતી વખતે 8,400 લોકો મૃત્યુ પામ્યા હતા.

ટોચ પર મહારાષ્ટ્ર, બીજા નંબર પર યુપી
ટ્રેન અકસ્માતો અને મૃત્યુના મામલામાં મહારાષ્ટ્ર દેશમાં પ્રથમ અને ઉત્તર પ્રદેશ બીજા ક્રમે છે. રેલવે ક્રોસિંગ પર ટ્રેન અથડામણમાં યુપી દેશમાં પ્રથમ, બિહાર બીજા અને મધ્યપ્રદેશ ત્રીજા સ્થાને છે. રેલવે  અકસ્માતો પર સરકારનો તાજેતરનો અહેવાલ અકસ્માતોમાં 53 ટકાનો ઘટાડો દર્શાવે છે, નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB)ના વાર્ષિક અહેવાલ 2020 મુજબ, 2019માં 27,987 રેલવે અકસ્માતો થયા હતા, જે 2020માં ઘટીને 13,018 થઈ ગયા છે. આ અકસ્માતોમાં 11986 રેલ્વે મુસાફરોના મોત થયા હતા અને 11127 લોકો ઘાયલ થયા હતા. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 2697 ટ્રેન અકસ્માતો થયા છે, જે કુલ અકસ્માતના 20 ટકા છે. આ પછી યુપી બીજા નંબરે હતું. અહીં 1560 રેલ અકસ્માતો (12 ટકા) થયા હતા. જેના કારણે બંને રાજ્યોમાં મૃત્યુઆંક ટોચ પર રહ્યો છે. મહારાષ્ટ્રમાં 1922 મૃત્યુ (16 ટકા) અને યુપીમાં 1558 મૃત્યુ (13%) થયા છે.

13018 માંથી 9117 અકસ્માતો (70%) મુસાફરો ટ્રેનમાંથી પડી જવાને કારણે અને ટ્રેક પરની ટ્રેન સાથે અથડાવાને કારણે થયા હતા. આમાં કુલ 8400 લોકોના મોત થયા છે, જે કુલ 11987 મૃત્યુના 70 ટકા છે. આ સિવાય દેશભરમાં રેલ્વે ક્રોસિંગ પર ટ્રેન અથડામણના મામલામાં યુપી પ્રથમ સ્થાને છે. દેશમાં કુલ 1014 ટ્રેન અથડામણમાંથી 380 અકસ્માત યુપીમાં થયા છે. બિહાર બીજા નંબર પર છે. અહીં 191 ટ્રેન અકસ્માતો અને મધ્ય પ્રદેશમાં 144 રેલવે ક્રોસિંગ થયા હતા. કુલ 1185 લોકો ટ્રેનની અથડામણમાં મૃત્યુ પામ્યા હતા, જેમાંથી યુપીમાં સૌથી વધુ 561 મૃત્યુ (47 ટકા) છે, ત્યારબાદ બિહારમાં 142 મૃત્યુ (16 ટકા) અને મધ્યપ્રદેશમાં 191 મૃત્યુ થયા છે.