Not Set/ એવું તો શું થયું કે ખોદકામ કરી રહેલા બે મજૂરો રાતોરાત બની ગયા કરોડપતિ !

ભોપાલ, આજના ઘોર કળયુગમાં કોઈ પણ વ્યક્તિના જીવનમાં આગામી સમયમાં તે કરોડપતિ માંથી રોડપતિ બની જાય છે કે રોડપતિ માંથી કરોડોપતિ બની જાય તે અંગે કોઈ અંદેશો છે નહિ. આ જ પ્રકારે મધ્યપ્રદેશમાં ખોદકામ કરી રહેલા બે મજૂરોના જીવનમાં એકાએક ચમત્કાર થયો છે અને તેઓ રાતોરાત કરોડપતિ બની ગયા છે. હકીકતમાં, એમપીના પન્ના જિલ્લા હીરાની […]

Top Stories India Trending

ભોપાલ,

આજના ઘોર કળયુગમાં કોઈ પણ વ્યક્તિના જીવનમાં આગામી સમયમાં તે કરોડપતિ માંથી રોડપતિ બની જાય છે કે રોડપતિ માંથી કરોડોપતિ બની જાય તે અંગે કોઈ અંદેશો છે નહિ.

આ જ પ્રકારે મધ્યપ્રદેશમાં ખોદકામ કરી રહેલા બે મજૂરોના જીવનમાં એકાએક ચમત્કાર થયો છે અને તેઓ રાતોરાત કરોડપતિ બની ગયા છે.

मजदूर बने करोड़पति, पन्ना के इतिहास में सबसे महंगा बिका हीरा

હકીકતમાં, એમપીના પન્ના જિલ્લા હીરાની ખાણમાં કામ કરનારા મોતીલાલ અને રઘુવીર પ્રજાપતિ નામના બે મજૂરો ઓક્ટોબર મહિનામાં ખનનનું કામ કરી રહ્યા હતા અને આ દરમિયાન તેઓને એક મોટો હીરો મળ્યો હતો.

જો કે ત્યારબાદ આ હીરાની હાલમાં જ નીલામી કરવામાં આવી છે, જેના બદલામા તેઓને ૨.૫૫ કરોડ રૂપિયા મળ્યા છે. નીલામ કરવામાં આવેલો હીરો ૪૨.૯ કેરેટ રૂપિયાનો બતાવવામાં આવી રહ્યો છે.

આ ૪૨.૯ કેરેટના હીરાને ખરીદવામાં માટે ઘણા કરોડપતિ વેપારીઓએ બોલી લગાવી હતી, પરંતુ અંતે ઝાંસીના જવેલર રાહુલ જૈન અને BSP નેતા ચરણ સિંહે સયુંક્ત રીતે ૨.૫૫ કરોડ રૂપિયાની બોલી લગાવી આ હીરો પોતાના નામે કર્યો છે.