Not Set/ અરુણ જેટલી શોધી રહ્યાં છે રેવન્યુ સેક્રેટરી હસમુખ અઢિયાનો વિકલ્પ,જાણો કેમ

કેન્દ્ર સરકારનાં ફાઈનાન્સ વિભાગનાં રેવેન્યુ સેક્રેટરી ડો. હસમુખ અઢિયા બે મહિનામાં રીટાયર થઇ રહ્યા છે એટલે હવે એમનાં સ્થાને નવાં સેક્રેટરીને શોધવાની જવાબદારી યુનિયન ફાઈનાન્સ મીનીસ્ટર અરુણ જેટલીના માથે છે. રેવેન્યુ સેક્રેટરી ડો. હસમુખ અઢિયાએ અંગત કારણો આપીને જણાવ્યું છે કે તેઓ પોતાનો કાર્યકાળ વધારવા માંગતા નથી. જયારે વર્ષ 2019 માટેનાં યુનિયન બજેટની તૈયારીઓ ચાલી […]

Top Stories India
HASMUKH ADHIYA અરુણ જેટલી શોધી રહ્યાં છે રેવન્યુ સેક્રેટરી હસમુખ અઢિયાનો વિકલ્પ,જાણો કેમ

કેન્દ્ર સરકારનાં ફાઈનાન્સ વિભાગનાં રેવેન્યુ સેક્રેટરી ડો. હસમુખ અઢિયા બે મહિનામાં રીટાયર થઇ રહ્યા છે એટલે હવે એમનાં સ્થાને નવાં સેક્રેટરીને શોધવાની જવાબદારી યુનિયન ફાઈનાન્સ મીનીસ્ટર અરુણ જેટલીના માથે છે.

રેવેન્યુ સેક્રેટરી ડો. હસમુખ અઢિયાએ અંગત કારણો આપીને જણાવ્યું છે કે તેઓ પોતાનો કાર્યકાળ વધારવા માંગતા નથી. જયારે વર્ષ 2019 માટેનાં યુનિયન બજેટની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે જો એમનો કાર્યકાળ ૩ મહિના માટે લંબાવી દેવામાં આવે તો યુનિયન બજેટ યોગ્ય રીતે તૈયાર થઇ શકે છે.

હસમુખ અઢિયા GST અને ડીમોનીટાઈઝેશનનાં આર્કિટેક્ટ એટલે કે શિલ્પી ગણાય છે એટલે સ્વાભાવિક વાત છે કે સરકાર એમને જવા દેવા માટે રાજી નથી એટલે સરકાર અઢિયાને બજેટ તૈયાર કરીને એમની જવાબદારીમાંથી એપ્રિલ 2019માં છુટા પડવા માટે પૂછી શકે છે.

ડો. હસમુખ અઢિયા એક IAS ઓફિસર છે. મોદી સરકારનાં કાર્યકાળ દરમ્યાન તેઓ ગુજરાતનાં પ્રિન્સીપલ સેક્રેટરી તરીકે 2003 થી 2006 સુધી જવાબદારી નિભાવી ચુક્યા છે. અઢિયાની ગણના મોદીનાં નજીકનાં લોકોમાં થાય છે. તેઓ એક યોગા એક્સપર્ટ છે અને તેઓ રોજ મેડીટેશન કરે છે.

આ ઉપરાંત ફાઈનાન્સ મીનીસ્ટ્રીનાં ઇન્વેસ્ટીગેશન ડીપાર્ટમેન્ટ ઇન્ફોર્સમેન્ટ ડાઇરેક્ટોરેટ (ED) દ્વારા જે કેસ પૂર્વ બિહારનાં સીએમ લાલુ યાદવ અને એમની છોકરી મીસા વિરુદ્ધ હતા એમાં ફોલો અપ અઢિયા દ્વારા લેવામાં આવ્યું હતું. આ ઉપરાંત અઢિયાની મહેનતનાં કારણે પીએમને રોજ CBI અને ED દ્વારા જે રેડ પૂર્વ ફાઈનાન્સ મીનીસ્ટર પી ચીન્દમ્બરમ અને એમનાં દીકરા પર પાડવામાં આવતી હતી એનાં વિશેનાં રીપોર્ટ મળતા હતા.