પોતાના ડાન્સની સાથે સાથે પ્રખ્યાત ડાન્સર સપના ચૌધરી (Sapna Choudhary) કોઈના કોઈ કારણોસર હેડલાઇન્સમાં રહે છે. હાલમાં જ સપના ચૌધરી ફરી એકવાર ચર્ચામાં આવી છે. અહેવાલો અનુસાર, હરિયાણાના પલવલમાં તેની વિરુદ્ધ દહેજ ઉત્પીડનનો કેસ નોંધવામાં આવ્યો છે. આ કેસમાં તેના ભાઈ અને માતાનું નામ પણ સામેલ છે.
જણાવી દઈએ કે સપના ચૌધરીએ તેની ભાભી પાસેથી ક્રેટા કારની માંગણી કરી હતી, અને ત્યારપછી તેની ભાભીએ કેસ નોંધાવ્યો. આ મામલામાં સપનાના ભાઈ પર ગંભીર આરોપો લાગ્યા છે. હાલ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે, પરંતુ હજુ સુધી આ મામલે કોઈની ધરપકડ કરવામાં આવી નથી. હાલમાં જ સપના સામે વધુ એક કેસ નોંધવામાં આવ્યો હતો. લખનઉ કોર્ટે ડાન્સર સપના અને અન્ય ચાર આરોપીઓ સામે ડાન્સ પ્રોગ્રામમાં હાજરી ન આપવા અને લોકોએ ખરીદેલી ટિકિટના પૈસા પરત ન કરવા બદલ છેતરપિંડીનો કેસ નોંધ્યો હતો.
View this post on Instagram
જણાવી દઈએ કે વર્ષ 2018માં પલવલની રહેવાસી સપના ચૌધરીના ભાઈએ તેની ભાભી સાથે લગ્ન કર્યા હતા, પરંતુ લગ્ન પછી તેને દહેજ માટે ત્રાસ આપવામાં આવતો હતો. તેની સાથે મારપીટ કરવામાં આવી હતી, જે બાદ તેણે હવે મહિલા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો છે.
આપને જણાવી દઈએ કે,બંનેને એક નાની પુત્રી છે. લગ્ન સમયે તેના પિતાએ રોકડ અને 42 તોલા સોના-ચાંદી અને કપડા આપ્યા હતા, પરંતુ સાસરિયાઓની માંગણી ક્યારેય અટકી નહીં. પોલીસે સપના ચૌધરી, કરણ, નીલમ વિરુદ્ધ કલમ 498A, 377, 406, 323, 506, 34 IPC હેઠળ કેસ નોંધ્યો છે.
આ પણ વાંચો:EDનો રાહુલ ગાંધીને મોટો ફટકો, મની લોન્ડરિંગ કેસમાં નજીકના સહયોગીની પૂછપરછ
આ પણ વાંચો:SCની નારાજગી જોઈ કેન્દ્રએ કહ્યું- પાંચ દિવસમાં જજોની નિમણૂક થશે
આ પણ વાંચો:ત્રણ મહિનાની બાળકીને 51 વાર ગરમ સળિયાથી આપ્યા ડામ, માસૂમનું થયું મોત
