લગ્નનો શબ્દ સાંભળતા જ મગજમાં એક સુંદર જોડાની તસવીર સામે આવી જાય. પરંતુ દરેક જગ્યાએ આવું નથી હોતુ. લગ્ન સાથે સંકળાયેલો એક રોમાંચક કિસ્સો ઈન્ડોનેશિયામાંથી સામે આવ્યો છે. લગ્નનો આ કિસ્સો જોઈને તમને પણ નવાઈ લાગશે.ઈન્ડોનેશિયાનો રહેવાસી 44 વર્ષીય સૈફુલ આરીફને એક બકરી સાથે પ્રેમ થઈ ગયો. હવે ખબર નથી કે બકરી પણ તેને પ્રેમ કરતી હતી કે નહીં. પરંતુ સૈફુલે બકરી સાથે લગ્ન કરવાની જાહેરાત કરી. આ માટે તેણે બકરીને દહેજ પણ આપ્યું હતું. આ રકમ 117 રૂપિયા હતી. જો કે, ઘણા લોકોને આ પસંદ ન આવ્યું. હોબાળો વધ્યો અને પછી સૈફુલે માફી માંગવી પડી.
આ વિચિત્ર કિસ્સો ઈન્ડોનેશિયાના ગ્રીસિક શહેરનો છે. કહેવામાં આવી રહ્યું છે કે સૈફુલ યુટ્યુબર છે. એક દિવસ ક્યાંક એક બકરી જોવા મળી. આ બકરી ઈન્ડોનેશિયાના બેનઝેંગ જિલ્લાના ક્લેમ્પોક ગામની રહેવાસી હતી. તેનું નામ રાહુ બિન બેજો છે. સૈફુલે બકરી સાથે અકડ નિકાહ પાઠ હેઠળ લગ્ન કર્યા હતા. જેમાં ઇન્ડોનેશિયન ચલણમાં 22 હજારની રકમ એટલે કે ભારતીય ચલણમાં 117 રૂપિયા દહેજ તરીકે આપવામાં આવ્યા હતા.
બકરીને દુલ્હનનો વેશ ધારણ કરવામાં આવ્યો હતો. કેટલાક સ્થાનિક લોકો મહેમાન તરીકે હાજર પણ રહ્યા હતા અને વરરાજાના ડ્રેસમાં સૈફુલ જોવા મળ્યો હતો. પરંતુ આ વાત સામાન્ય થતાં જ લોકોએ હોબાળો શરૂ કરી દીધો હતો. જ્યારે હોબાળો વધી ગયો, ત્યારે સૈફુલે માફી માંગી. બહાનું કાઢીને કહ્યું કે આ કામ વાયરલ કરવા માટે કરવામાં આવ્યું છે. તેણે એમ પણ કહ્યું કે હવેથી તે તેની પત્ની બકરી સાથે કોઈ સંબંધ નહીં રાખે.
પહેલાં પણ થયા છે આવા વિચિત્ર લગ્ન
આપને જણાવી દઈએ કે આવા વિચિત્ર લગ્નનો આ પહેલો કિસ્સો નથી. આ પહેલાં બ્રાઝીલમાં એક વૃદ્ધે બકરી સાથે લગ્ન કર્યા હોવાનો દાવો કર્યો હતો. થોડા વર્ષો પહેલાં આપણા દેશમાંથી પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો. ઉત્તરાખંડના ધનોલ્ટીમાં બકરીઓ સાથે લગ્ન કરવા માટે બકરી સ્વયંવરનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે પાકિસ્તાનમાંથી બકરી સાથે લગ્ન કરવાનો આ કિસ્સો સામે આવ્યો છે.
આ પણ વાંચો:2022 વિધાનસભા ચુંટણી માટે BJP સામાજિક સ્તરે કઈ દિશામાં આગળ ચાલી રહી છે?
આ પણ વાંચો: સુરેન્દ્રનગરમાં વેપારીની આંખમાં મરચાની ભૂકી છાંટી અને પછી કર્યું એવું કે….
આ પણ વાંચો:કોરોના સંબંધિત આ પ્રતિબંધ હટાવ્યો, આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે થશે સરળ