વિવાદ/ હરિયાણવી ડાન્સર સપના ચૌધરીની મુશ્કેલીઓ વધી, લખનઉની ACJM કોર્ટે આપ્યો મોટો આદેશ

હરિયાણવી સિંગર અને ડાન્સર સપના ચૌધરી વિરુદ્ધ ઉત્તર પ્રદેશમાં ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું છે. તેની મુશ્કેલીઓ પહેલા કરતા પણ વધી ગઈ છે. લખનઉની ACJM કોર્ટે સપના ચૌધરીની ધરપકડ કરવાનો આદેશ આપ્યો છે.

Trending Entertainment
સપના ચૌધરી

હરિયાણવી ડાન્સર અને સિંગર સપના ચૌધરીની મુશ્કેલી વધી રહી છે. સપના વિરુદ્ધ ઉત્તર પ્રદેશમાં ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું છે અને કોર્ટે ધરપકડનો આદેશ પણ આપ્યો છે. રાજ્યની રાજધાની લખનઉની ACJM કોર્ટે સોમવારે પ્રખ્યાત ડાન્સર સપના ચૌધરી સામે ડાન્સનો કાર્યક્રમ રદ કરવા અને ટિકિટ ધારકોને પૈસા પરત ન કરવા બદલ ધરપકડ વોરંટ જાહેર કર્યું છે. સોમવારે સપના ચૌધરીએ સુનાવણી માટે હાજર થવાનું હતું પરંતુ તે હાજર થઈ ન હતી અને તેના વતી કોઈ અરજી આપવામાં આવી ન હતી. જે બાદ કોર્ટે કડક વલણ અપનાવતા સપના ચૌધરી વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કરવાનો આદેશ આપ્યો છે.

સપના વિરુદ્ધ વર્ષ 2018માં FIR દાખલ કરવામાં આવી હતી

પ્રખ્યાત ડાન્સર સપના ચૌધરીના કેસમાં એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ શાંતનુ ત્યાગીએ સુનાવણીની આગામી તારીખ 30 સપ્ટેમ્બર નક્કી કરી છે. નવેમ્બર 2021માં પણ આ જ કોર્ટ દ્વારા આ કેસમાં તેની વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું હતું, ત્યારબાદ સપના ચૌધરી કોર્ટમાં હાજર થઈ અને તેને જામીન મળી ગયા. 14 ઓક્ટોબર 2018ના રોજ સબ ઇન્સ્પેક્ટર ફિરોઝ ખાને શહેરના આશિયાના પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી હતી. મળતી માહિતી મુજબ, સપના ચૌધરીએ 2018માં કોઈ ઈવેન્ટમાં પરફોર્મ કર્યું ન હતું, જેના માટે તેને આયોજકો દ્વારા એડવાન્સમાં પૈસા આપવામાં આવ્યા હતા. જે બાદ આયોજકોએ મામલો કોર્ટમાં ખેંચ્યો અને હવે ડાન્સર સપનાને ટૂંક સમયમાં લખનઉની ACJM કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આ ઘટના 13 ઓક્ટોબર 2018ની છે.

ફરિયાદીએ નોંધાવેલી ફરિયાદમાં આ બાબતોનો ઉલ્લેખ કર્યો છે

સપના વિરૂદ્ધ નોંધવામાં આવેલી FIRમાં ફરિયાદીએ દાવો કર્યો છે કે લોકપ્રિય હરિયાણવી ગાયિકા સપના ચૌધરીએ આર્ટિસ્ટ મેનેજમેન્ટ એગ્રીમેન્ટ તોડ્યું છે, જેમાં સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે તે અન્ય કોઈ કંપની સાથે કામ કરશે નહીં. ઉપરાંત, અન્ય કોઈ કંપનીમાં સામેલ થશે નહીં કે કોઈ ગ્રાહક સાથે કોઈ પરોક્ષ કે પ્રત્યક્ષ સંપર્ક રહેશે નહીં. FIRમાં વધુમાં જણાવાયું છે કે તેણે કરારનો ભંગ કર્યો છે અને કરારની શરતો વિરુદ્ધ વ્યવસાયિક પ્રવૃત્તિઓ કરી છે. આ પહેલીવાર નથી કે જ્યારે સપના પર છેતરપિંડી અને વિશ્વાસઘાતનો આરોપ લાગ્યો હોય. આ પહેલા પણ વર્ષ 2021માં દિલ્હી પોલીસની ઈકોનોમિક ઓફેન્સ વિંગે સપના પર આરોપ લગાવ્યો હતો.

આ પણ વાંચો:હિના ખાને આ કારણે મેકઅપ મેનને માર્યો થપ્પડ, વીડિયો થયો વાયરલ

આ પણ વાંચો:હોસ્પિટલમાં શાહરૂખ ખાન સાથે જોવા મળી ‘તારક મહેતા…’ની બબીતાજી, વાયરલ ફોટો જોઈને બધા ચોંકી ગયા

આ પણ વાંચો: જાણો કેમ અચાનક ટ્વિટર પર ટ્રેન્ડ થઈરહ્યું #Ritamaa, સિદ્ધાર્થ શુક્લા સાથે શું છે કનેક્શન