Bollywood/ સલમાન ખાને શરુ કરી ટાઈગર-3 ની તૈયારી, Muscles જોઈ ચાહકો થયા દિવાના

સલમાને આ વીડિયો મંગળવારે મોડી રાત્રે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. ક્લિપમાં કસરત કરતી વખતે અરીસા પર સલમાનની એક તસવીર જોવા મળી રહી છે,

Entertainment
a 404 સલમાન ખાને શરુ કરી ટાઈગર-3 ની તૈયારી, Muscles જોઈ ચાહકો થયા દિવાના

બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાને ‘ટાઇગર 3’ ની તૈયારી શરૂ કરી દીધી છે. તેનો વર્કઆઉટ કરતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. સલમાને આ વીડિયો મંગળવારે મોડી રાત્રે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. ક્લિપમાં કસરત કરતી વખતે અરીસા પર સલમાનની એક તસવીર જોવા મળી રહી છે, જેમાં તેનો લૂક જબરદસ્ત લાગી રહ્યો છે. જો કે, ભાઈજાનને સામેથી બતાવવામાં આવ્યા નથી. લાગે છે કે અભિનેતાઓ તેમના દેખાવને ગુપ્ત રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે.

55 વર્ષિય સ્ટાર કામ કરતા જોઇ શકાય છે અને ચાહકોને અરીસામાં તેના સુડોલ શરીરને અરીસામાં જોઇને ચાહકોની આંખો ખુલી રહી ગઈ છે. આ ટૂંકી વીડિયો ક્લિપમાં “ટાઇગર” થીમ ટ્યુન બેકગ્રાઉન્ડમાં ચાલી રહી છે. વીડિયો પોસ્ટ કરતાં સલમાને લખ્યું, ‘મને લાગે છે કે આ વ્યક્તિ ટાઇગર 3 ની ટ્રેનિંગ લીઓ રહ્યો છે.’

Instagram will load in the frontend.

આ પણ વાંચો :રાજ કુન્દ્રા ઇંગ્લેન્ડની કંપનીને મોકલો મોકલતો હતો એડલ્ટ કન્ટેન્ટ,આ રીતે ચલાવતો અશ્લીલ ફિલ્મોની માયાજાળ

કબીર ખાન દિગ્દર્શિત પહેલી ફિલ્મ ‘એક થા ટાઇગર’ 2012 માં રિલીઝ થઈ હતી. 2017 માં રિલીઝ થયેલી બીજી ફિલ્મ “ટાઇગર જિંદા હૈ” નું દિગ્દર્શન અલી અબ્બાસ ઝફર દ્વારા કરવામાં આવ્યું હતું. સલમાન સજિદ નડિયાદવાલાની ‘કિક 2’ માં જેક્લીન ફર્નાન્ડિઝ સાથે પણ જોવા મળશે અને મહેશ માંજરેકરની ‘એન્ટિમ: ધ ફાઇનલ ટ્રુથ’ માં પણ જોવા મળશે. આ ઉપરાંત તે શાહરૂખ ખાન, જ્હોન અબ્રાહમ અને દીપિકા પાદુકોણ, ફરહદ સમાજીની ‘કભી ઈદ કભી દિવાળી’ પૂજા હેગડે સાથે ‘પઠાણ’ માં જોવા મળશે.

આ પણ વાંચો :યુટયુબર પુનીત કૌરનો દાવો, રાજ કુંદ્રાએ હોટશોટ્સ એપ માટે કર્યો હતો મેસેજ, ભગવાન હવે જેલમાં…

આ પણ વાંચો :ફિલ્મ ધડકના ત્રણ વર્ષ થયા પૂર્ણ, જ્હાનવી – ઇશાન અને શંશાકે શેર કરી સુંદર પળો