Not Set/ 41 વર્ષ બાદ ભારતે રચ્યો ઈતિહાસ, મેન્સ હોકીની સેમિફાઇનલમાં ભારત

ટીમ ઈન્ડિયાએ ચાર દાયકા પછી હોકીમાં ઈતિહાસનું પુનરાવર્તન કર્યું છે. ભારતીય હોકી ટીમ સેમીફાઈનલમાં પહોંચી છે. આજે ટોક્યો ઓલિમ્પિકનો 10 મો દિવસ છે.

Top Stories Sports
હોકી ટીમ
  • ટોપ-4માં પહોંચી મેન્સ હોકી ટીમ
  • મેડલથી એક જીત દૂર ભારતીય ટીમ
  • ગ્રેટ બ્રિટનને હરાવી ભારતની એન્ટ્રી
  • ટોકિયો ઓલિમ્પિકમાં ભારતનો કમાલ

ટીમ ઈન્ડિયાએ ચાર દાયકા પછી હોકીમાં ઈતિહાસનું પુનરાવર્તન કર્યું છે. ભારતીય હોકી ટીમ સેમીફાઈનલમાં પહોંચી છે. આજે ટોક્યો ઓલિમ્પિકનો 10 મો દિવસ છે. ભારતે આજે તેના ખાતામાં વધુ એક મેડલ ઉમેર્યો છે. સ્ટાર શટલર પીવી સિંધુએ બ્રોન્ઝ મેડલ જીત્યો છે. તેણે આ સિદ્ધિ ચીનના બિંગજિયાઓને હરાવીને મેળવી હતી. ભારતના ખાતામાં હવે બે મેડલ છે. બોક્સિંગમાં પણ મેડલની પુષ્ટિ થઈ છે. મહિલા બોક્સર લવલીના બોરગોહેન સેમીફાઇનલમાં પહોંચી છે. મેન્સ હોકી ટીમે ઈતિહાસ રચ્યો છે. તેણે ગ્રેટ બ્રિટનને હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. તે ચાર દાયકા બાદ ઓલિમ્પિકની સેમિફાઇનલમાં પહોંચી છે.

ટોક્યો ઓલિમ્પિક્સ / ટોક્યો ઓલિમ્પિકમાં ભારતને બીજો મેડલ, પી.વી.સિંધુએ જીત્યો બ્રોન્ઝ મેડલ

રવિવારે ઓઇ હોકી સ્ટેડિયમમાં રમાયેલી દિવસની પ્રથમ મેચમાં ભારતીય ટીમે બ્રિટનને 3-1થી હરાવીને સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ભારત માટે દિલપ્રીત સિંહે સાતમી મિનિટે, ગુરજંત સિંહે 16 મી અને હાર્દિક સિંહે 57 મી મિનિટે ગોલ કર્યા હતા. સેમ્યુઅલ વોર્ડે 45 મી મિનિટમાં બ્રિટન માટે એકમાત્ર ગોલ કર્યો હતો. સેમિફાઇનલમાં ભારતનો સામનો વર્લ્ડ ચેમ્પિયન બેલ્જિયમ સાથે થશે, જેણે ત્રીજી ક્વાર્ટર ફાઇનલ મેચમાં સ્પેનને 3-1થી હરાવ્યો હતો.

ડેલ્ટા વેરીએન્ટ / એશિયાના ઘણા દેશોમાં કોરોના વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે, ડેલ્ટા વેરિએન્ટ જવાબદાર

બીજી સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયા અને જર્મની ટકરાશે. દિવસની શરૂઆતની મેચમાં જર્મનીએ ઓલિમ્પિક ચેમ્પિયન આર્જેન્ટિનાને 3-1થી, ઓસ્ટ્રેલિયાએ પેનલ્ટી શૂટઆઉટ બાદ નેધરલેન્ડને 3-0થી હરાવ્યું હતું.

જમ્મુ કાશ્મીર / પથ્થરમારામાં શામેલ લોકો હવે નહીં જઈ શકે વિદેશ, સરકારી નોકરીઓ પણ નહીં મળે

રાજકારણ / હમ દો હમારે દો ની સરકારને હેપી ફ્રેન્ડશિપ ડેઃ રાહુલ ગાંધી

ઉલ્લેખનીય છે કે, પીવી સિંધુએ ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. તેણે રવિવારે ચીની ખેલાડીને હરાવીને આ બ્રોન્ઝ મેડલ મેચમાં સિદ્ધિ હાંસલ કરી હતી. આ ઓલિમ્પિકમાં ભારત માટે આ બીજો મેડલ છે. સિંધુની આ સિદ્ધિથી સમગ્ર દેશમાં ખુશીની લહેર છે. સિંધુએ આ મેચમાં શરૂઆતથી જ પ્રભુત્વ જમાવ્યું હતું અને પ્રથમ ગેમમાં ચીની ખેલાડીને 21-13થી હરાવીને પોતાની પકડ મજબૂત કરી હતી. આ પછી પણ તેણે શાનદાર પ્રદર્શન કર્યું અને મેડલ પોતાના નામે કર્યો.

આપને જણાવી દઈએ કે, મીરાબાઈ ચાનૂએ ટોક્યો ઓલિમ્પિક 2020માં ઈતિહાસ રચી દીધો હતો.  ભારત માટે મીરાબાઈ ચાનૂએ પ્રથમ મેડલ જીત્યો હતો.  મીરાબાઈ ચાનૂએ ક્લીન એડ જર્કના પ્રથમ પ્રયત્નમાં 110 કિલોગ્રામનો ભાર ઉઠાવી.  બીજા પ્રયત્નમાં મીરાબાઈ ચાનૂએ 115 કિલોગ્રામનો વજન ઉપાડવાનો પ્રયત્ને કર્યો અને તેમાં તેને સફળતા મળી અને સિલ્વર મેડલ પોતાના નામે કર્યું. આ સાથે જ મિરાબાઈ ચાનૂ ટોક્યો ઓલિમ્પિક 2020માં ભારત માટે પ્રથમ મેડલ જીતનાર બની ગયા છે. આ ભારતનું પ્રથમ મેડલ હતું.