Not Set/ કૌભાંડી વિનય શાહની પત્નીનું આત્મ સમર્પણ, ખુલી શકે છે અનેક રહસ્યો

વિનય શાહ દ્વારા કરોડોરૂપિયાની ઠગાઈના મામલે વિનય શાહની પત્ની ભાર્ગવી શાહે સીઆઇડી ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ આત્મ સમર્પણ કર્યું છે. ભાર્ગવી સામેથી હાજર થતા સીઆઇડી ક્રાઈમે તેની ધરપકડ કરી હતી.  260 કરોડનાં કૌભાંડ મામલે અત્યાર સુધીની તપાસમાં વિગતો સામે આવ્યા મુજબ વિનય શાહની કંપનીના જુદી જુદી બેન્કોમાં કુલ 7 ખાતામાં 10 લાખ 18 હજાર 5 રૂપિયાનું બેલેન્સ છે. […]

Top Stories Ahmedabad Gujarat
vinay કૌભાંડી વિનય શાહની પત્નીનું આત્મ સમર્પણ, ખુલી શકે છે અનેક રહસ્યો

વિનય શાહ દ્વારા કરોડોરૂપિયાની ઠગાઈના મામલે વિનય શાહની પત્ની ભાર્ગવી શાહે સીઆઇડી ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ આત્મ સમર્પણ કર્યું છે. ભાર્ગવી સામેથી હાજર થતા
સીઆઇડી ક્રાઈમે તેની ધરપકડ કરી હતી. 

260 કરોડનાં કૌભાંડ મામલે અત્યાર સુધીની તપાસમાં વિગતો સામે આવ્યા મુજબ વિનય શાહની કંપનીના જુદી જુદી બેન્કોમાં કુલ 7 ખાતામાં 10 લાખ 18 હજાર 5 રૂપિયાનું બેલેન્સ છે. વળી, ભાર્ગવી શાહના કુલ 6 ખાતા છે જેમાં 8 લાખ, 46 હજાર, 392 રૂપિયા બેલેન્સ છે. આ ઉપરાંત વિનય શાહ અને તેની પત્નીના 2 ફોર વ્હીલર અને 2 ટૂ વ્હીલર પણ જપ્ત કરવામાં આવ્યા છે. 

અન્ય આરોપી દાનસિંહ વાળા અને વિનય શાહના અન્ય સાગરીતોના વાહનો પણ જપ્ત કરવામાં આવ્યા છે. દાનસિંહ વાળા અને અન્ય આરોપીઓના 11 ખાતામાં 29 લાખ, 70 હજાર, 213 રૂપિયા છે. ભાર્ગવી શાહની ધરપકડ કરીને સીઆઇડી ક્રાઈમે પૂછપરછ શરૂ કરી છે.