Not Set/ કોહલીએ ટેસ્ટમાં પુરા કર્યા ૬૦૦૦ ટેસ્ટ રન, સચિન સહિતના દિગ્ગજને છોડ્યા પાછળ

સાઉથમ્પ્ટન, ભારત અને ઈંગ્લેંડ વચ્ચે રમાઈ રહેલી ચોથી ટેસ્ટ મેચમાં દુનિયાના નંબર એક બેટ્સમેન વિરાટ કોહલીએ વધુ એક રેકોર્ડ પોતાના નામે કર્યો છે. ભારતીય કેપ્ટન કોહલીએ પ્રથમ ઇનિંગ્સમાં ૬ રન બનાવવાની સાથે જ  ટેસ્ટ ક્રિકેટમાં ૬૦૦૦ રન પૂર્ણ કર્યા છે. વિરાટ કોહલીએ ૧૧૯ ઇનિંગ્સમાં ૬૦૦૦ રન પુરા કરવાની સાથે જ ભારત તરફથી બીજા સૌથી ઝડપી છ હજાર […]

Trending Sports
Dl7LyOEX0AAJQzK કોહલીએ ટેસ્ટમાં પુરા કર્યા ૬૦૦૦ ટેસ્ટ રન, સચિન સહિતના દિગ્ગજને છોડ્યા પાછળ

સાઉથમ્પ્ટન,

ભારત અને ઈંગ્લેંડ વચ્ચે રમાઈ રહેલી ચોથી ટેસ્ટ મેચમાં દુનિયાના નંબર એક બેટ્સમેન વિરાટ કોહલીએ વધુ એક રેકોર્ડ પોતાના નામે કર્યો છે. ભારતીય કેપ્ટન કોહલીએ પ્રથમ ઇનિંગ્સમાં ૬ રન બનાવવાની સાથે જ  ટેસ્ટ ક્રિકેટમાં ૬૦૦૦ રન પૂર્ણ કર્યા છે.

વિરાટ કોહલીએ ૧૧૯ ઇનિંગ્સમાં ૬૦૦૦ રન પુરા કરવાની સાથે જ ભારત તરફથી બીજા સૌથી ઝડપી છ હજાર રન બનાવવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

ભારત તરફથી સૌથી ઝડપી ૬૦૦૦ રન બનાવવાનો રેકોર્ડ પૂર્વ મહાન ક્રિકેટર સુનિલ ગવાસ્કરના નામે છે. ગવાસ્કરે આ માઈલસ્ટોન ૧૧૭ ઇનિંગ્સમાં પૂર્ણ કર્યો હતો.

બીજી બાજુ વિરાટ કોહલીએ આ મામલે ભારતના સચિન તેંડુલકર, વિરેન્દ્ર સહેવાગ અને રાહુલ દ્રવિડ સહિતના  દિગ્ગજ ક્રિકેટરોને પાછળ છોડ્યા છે. ભારત તરફથી સચિન તેંડુલકરે ૧૨૦, વીરેન્દ્ર સહેવાગે ૧૨૧ અને રાહુલ દ્રવિડે ૧૨૫ ઇનિંગ્સમાં ૬૦૦૦ રન પુરા કર્યા હતા.

હાલમાં ભારતીય ટીમે પ્રથમ ઇનિંગ્સમાં ૨ વિકેટના નુકશાને ૧૦૦ રન બનાવી લીધા છે. ઓપનર બેટ્સમેન શિખર ધવન ૨૩ રન અને કે એલ રાહુલ ૧૯ રન બનાવી પેવેલિયનમાં પાછા ફર્યા છે. હાલમાં કેપ્ટન વિરાટ કોહલી  ૨૫ રન અને મિડલ ઓર્ડર બેટ્સમેન ચેતેશ્વર પુજારા ૨૮ રને રમતમાં છે. જયારે ઈંગ્લેંડ તરફથી ઝડપી બોલર બ્રોડે ૨ વિકેટ ઝડપી હતી.

આ પહેલા ભારતીય બોલરોના તરખાટ સામે ઈંગ્લેંડની પૂરી ટીમ ૨૪૬ રનમાં ઓલઆઉટ થઇ ગઈ હતી.