OMG!/ ત્રણેય ફોર્મેટમાંથી કેપ્ટનશિપ છોડ્યા બાદ શું હવે ક્રિકેટને અલવિદા કહેશે વિરાટ?

વિરાટ કોહલીએ શનિવારે ભારતીય ક્રિકેટને નવા વર્ષનો સૌથી મોટો ઝટકો આપ્યો છે. દક્ષિણ આફ્રિકાનાં હાથે ટેસ્ટ શ્રેણીમાં હાર બાદ તેણે ટેસ્ટ ટીમની કેપ્ટનશિપ પણ છોડી દીધી છે.

Top Stories Sports
વિરાટ કોહલી

વિરાટ કોહલીએ શનિવારે ભારતીય ક્રિકેટને નવા વર્ષનો સૌથી મોટો ઝટકો આપ્યો છે. દક્ષિણ આફ્રિકાનાં હાથે ટેસ્ટ શ્રેણીમાં હાર બાદ તેણે ટેસ્ટ ટીમની કેપ્ટનશિપ પણ છોડી દીધી છે. તેણે ટીમ ઈન્ડિયાને ક્રિકેટની એક મજબૂત શક્તિ તરીકે સ્થાપિત કરી, ટીમ ઈન્ડિયાને પોતાના કમાન્ડમાં ‘વિરાટ પોઈન્ટ’ પર લઈ ગયો. તેણે કહ્યું કે તેણે પોતાનું કામ ઈમાનદારીથી કર્યું અને હવે સુકાની પદ છોડવાનો સમય આવી ગયો છે.

ind 17 ત્રણેય ફોર્મેટમાંથી કેપ્ટનશિપ છોડ્યા બાદ શું હવે ક્રિકેટને અલવિદા કહેશે વિરાટ?

આ પણ વાંચો – મહત્વના ન્યુઝ / વિરાટ કોહલીએ ટેસ્ટનું સુકાનીપદ છોડ્યું ,કોહલીએ ટ્વીટથી આપી જાણકારી

વિરાટ કોહલીની ટેસ્ટ કેપ્ટનશિપમાંથી નિવૃત્તિ ક્રિકેટ જગતમાં ચર્ચાનો વિષય બની રહી છે. વિરાટ કોહલી અચાનક આ રીતે ટેસ્ટની કેપ્ટન્સી છોડી દેશે એવી કોઈને અપેક્ષા નહોતી. આ સાથે સોશિયલ મીડિયા પર એવી પણ ચર્ચા ચાલી રહી છે કે શું વિરાટ કોહલી ક્રિકેટ છોડવા જઈ રહ્યો છે. શું તે પણ ખેલાડી તરીકે નિવૃત્ત થવા જઈ રહ્યો છે? આ ચર્ચાનું કારણ BCCI નાં ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાનું નિવેદન છે. જણાવી દઇએ કે, વિરાટ કોહલીનાં ટેસ્ટ ટીમનાં સુકાની પદ છોડવાના નિર્ણય બાદ BCCIનાં ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ કહ્યું કે, અમે વિરાટ કોહલીનાં નિર્ણયનું સન્માન કરીએ છીએ. આશા છે કે તે એક ખેલાડી તરીકે રમવાનું ચાલુ રાખશે. જ્યારે વિરાટ કોહલીએ પોતાના ટ્વીટમાં માત્ર ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ છોડવાની વાત લખી છે. તેણે ખેલાડી તરીકે રમવું કે નહીં તે અંગે કંઈ જ કહ્યું નથી. આપને જણાવી દઈએ કે T20 વર્લ્ડકપ દરમિયાન વિરાટ કોહલીએ જાહેરાત કરી હતી કે તે T20 ફોર્મેટમાં કેપ્ટનશિપ નહીં કરે. તેની પાછળનું કારણ વધુ પડતું ક્રિકેટનું દબાણ હતું. આ પછી કોહલીએ IPL ટીમ RCBની કેપ્ટન્સી પણ છોડી દીધી હતી. ભારતની દક્ષિણ આફ્રિકા શ્રેણી પહેલા, BCCI એ વિરાટ કોહલી પાસેથી વનડેની કપ્તાની પણ લઈ લીધી હતી.

કોહલી

આ પણ વાંચો – U19 World Cup / ટીમ ઈન્ડિયાએ જીત સાથે મેઘા ઇવેન્ટની કરી શરૂઆત, દ.આફ્રિકા સામે મેળવી 45 રનથી જીત

રોહિત શર્માને સાઉથ આફ્રિકા સામેની વનડે સીરીઝનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો અને વિરાટ કોહલીને માત્ર ટેસ્ટની કેપ્ટનશિપ સોંપવામાં આવી હતી. દક્ષિણ આફ્રિકામાં ત્રણ ટેસ્ટ મેચની શ્રેણીમાં ભારત 2-1થી હારી ગયું હતું. બીજા જ દિવસે વિરાટ કોહલીએ ટેસ્ટ ટીમમાંથી કેપ્ટનશિપ છોડવાની સનસનાટીભરી જાહેરાત કરી હતી. અત્રે એ પણ નોંધનીય છે કે જ્યારે વિરાટ કોહલી પાસેથી ODIની કેપ્ટનશિપ લેવામાં આવી ત્યારે તેણે આરોપ લગાવ્યો હતો કે તેને આ અંગે અગાઉથી જાણ કરવામાં આવી ન હોતી અને માત્ર એક કલાક પહેલા જ જણાવવામાં આવ્યું હતું, જ્યારે BCCI ના પ્રમુખ સૌરભ ગાંગુલીએ કહ્યું હતું કે, જ્યારે વિરાટ કોહલીની કેપ્ટનશિપ છોડવામાં આવી ત્યારે તેને જણાવવામા આવ્યુ હતુ. T-20 ફોર્મેટમાં વિરાટને કહેવામાં આવ્યું હતું કે કેપ્ટન્સી ન છોડો નહીં તો વનડેની કેપ્ટન્સી પણ છોડવી પડશે. હવે સુકાનીપદનાં તમામ વિવાદ બાદ વિરાટ કોહલી એક ખેલાડી તરીકે રમતા જોવા મળે છે કે કેમ તેના પર સૌની નજર છે. દક્ષિણ આફ્રિકા સામેની વનડે શ્રેણી 19 જાન્યુઆરીથી શરૂ થવાની છે.