MI vs RR/ MI VS RR :રાજસ્થાને મુંબઇને 6 વિકેટે હરાવ્યું

મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ્સ (RR) અને  મુંબઈ ઈન્ડિયન્સ (MI) વચ્ચે મેચ રમાશે. IPL 2024 માં રાજસ્થાન રોયલ્સ તેમની બંને મેચોમાં જીત મેળવી છે અને પોઈન્ટ ટેબલ પર ત્રીજું સ્થાન મેળવ્યું છે.

Top Stories Trending Sports
Cricket Tutorials YouTube Thumbnail MI VS RR :રાજસ્થાને મુંબઇને 6 વિકેટે હરાવ્યું

MI VS RR  : મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ્સ (RR) અને  મુંબઈ ઈન્ડિયન્સ (MI) વચ્ચે મેચ રમાશે. IPL 2024 માં રાજસ્થાન રોયલ્સ તેમની બંને મેચોમાં જીત મેળવી છે અને પોઈન્ટ ટેબલ પર ત્રીજું સ્થાન મેળવ્યું છે. જ્યારે મુંબઇ ઇન્ડિયન્સને બંને મુકાબલામાં હારનો સામનો કરવો પડ્યો છે, અને મુંબઇ ઇન્ડિયન્ય તેમના પોઇન્ટ ટેબલમાં છેલ્લા ક્રમાંકે છે.

MI VS RR Live Upadate : 

10:58 MI VS RR Live Upadate : રાજસ્થાને મુંબઇને 6 વિકેટે હરાવ્યું
રાજસ્થાને મુંબઈને 27 બોલ બાકી રહેતા 6 વિકેટે હરાવ્યું હતું. મુંબઈ ઈન્ડિયન્સની આ સતત ત્રીજી હાર છે. રાજસ્થાનનો આ સતત ત્રીજો વિજય છે. ઘરઆંગણે પ્રથમ રમત રમ્યા બાદ મુંબઈ ઈન્ડિયન્સ માત્ર 125 રન બનાવી શકી હતી. આ પછી બોલરોએ યશસ્વી જયસ્વાલ, જોશ બટલર અને સંજુ સેમસનને સસ્તામાં આઉટ કર્યા હતા, પરંતુ રિયાગ પરાગે 39 બોલમાં અણનમ 54 રન ફટકારીને પોતાની ટીમને જીત અપાવી હતી.

10: 55 RR VS RR Live Update : રાજસ્થાનની ચોથી વિકેટ પડી

રાજસ્થાન રોયલ્સની ચોથી વિકેટ 13મી ઓવરમાં 88ના સ્કોર પર પડી હતી. રવિચંદ્રન અશ્વિન 16 બોલમાં 16 રન બનાવીને આઉટ થયો હતો. તેને આકાશ માધવને આઉટ કર્યો હતો. આ તેની ત્રીજી સફળતા છે.

10:14 PM MI VS RR Live Update : રાજસ્થાનની ત્રીજી વિકેટ પડી
રાજસ્થાન રોયલ્સે સાતમી ઓવરમાં 48 સ્કોર પર પડી હતી. સંજુ સેમસન 10 બોલમાં 12 રન બનાવીને આઉટ થયો હતો. માધવાલના બોલ પર બેટ વાગવા છતાં તે બોલ્ડ આઉટ થયો હતો. હવે જોશ બટલર અને રિયાન પરાગ ક્રિઝ પર છે. રાજસ્થાન રોયલ્સના 2 વિકેટ પર 46 રન.

09:42 PM MI VS RR Live Update : રાજસ્થાન રોયલ્સને શરૂઆતમાં એક ઝટકો 

રાજસ્થાન રોયલ્સને શરૂઆતમાં એક ઝટકો યશસ્વી જયસ્વાવ 6 બોલમાં 10 રન કરીને આઉટ થયા. રાજસ્થાન રોયલ્સના 1 વિકેટ પર 12 રન

09:43 PM MI 125 રન બનાવી રાજસ્થાનની ટીમને 126 રનનો ટાર્ગેટ આપ્યો

IPL 2024ની 14મી મેચમાં મુંબઇ ઇન્ડિયન્સ  ઘરઆંગણે માત્ર 125 રનમાં ઓલઆઉટ થઈ ગઈ . રાજસ્થાન રોયલ્સ તરફથી ટ્રેન્ટ બોલ્ટ અને યુઝવેન્દ્ર ચહલે ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે નાન્દ્રે બર્જરને બે સફળતા મળી હતી. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લેનાર મુંબઈની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. રોહિત શર્મા, નમન ધીર અને ડેવાલ્ડ બ્રેવિસ શૂન્ય રને આઉટ થયા હતા. ઈશાન કિશન 16 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. આ પછી હાર્દિક પંડ્યાએ 21 બોલમાં 34 રન અને તિલક વર્માએ 29 બોલમાં 32 રન બનાવ્યા હતા, પરંતુ કેપ્ટનના આઉટ થતાં જ બેટ્સમેનો એક-એક રન માટે સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા.

09:16 PM MI VS RR Live Update : મુંબઈ ઈન્ડિયન્સની 9મી વિકેટ પડી
મુંબઈ ઈન્ડિયન્સે 19મી ઓવરમાં 114 રનમાં 9મી વિકેટ ગુમાવી દીધી છે. ટિમ ડેવિડ 24 બોલમાં 17 રન બનાવીને આઉટ થયો હતો. નંદ્રે બર્જરે તેને પેવેલિયનમાં મોકલ્યો હતો. સિક્સર મારવાના પ્રયાસમાં તે બાઉન્ડ્રી પર કેચ આઉટ થયો હતો.

08:47 PM MI VS RR Live Update : મુંબઈની સાતમી વિકેટ પડી, તિલક વર્મા આઉટ
મુંબઈ ઈન્ડિયન્સે 14મી ઓવરમાં 95 રનમાં સાતમી વિકેટ ગુમાવી દીધી છે. તિલક વર્મા 29 બોલમાં 32 રન બનાવીને આઉટ થયો હતો. તેના બેટમાંથી બે સિક્સર આવી હતી. હવે ટિમ ડેવિડ અને ગેરાલ્ડ કોએત્ઝી ક્રિઝ પર છે.

08:42 PM MI VS RR Live Update :મુંબઈનો સ્કોર 89-6
12 ઓવર પછી મુંબઈ ઈન્ડિયન્સનો સ્કોર 6 વિકેટે 89 રન છે. તિલક વર્મા 23 બોલમાં 27 રન બનાવીને રમતમાં છે. તેણે અત્યાર સુધીમાં બે સિક્સર ફટકારી છે. ટિમ ડેવિડ તેની સાથે પાંચ રન પર છે. બંને હવે ધીરજ સાથે થોડી ઓવર રમી શકે છે.

08: 36 PMMI VS RR Live Update : મુંબઇની છઠ્ઠી વિકેટ પડી

મુંબઈ ઈન્ડિયન્સે 12મી ઓવરમાં છઠ્ઠી વિકેટ ગુમાવી દીધી છે. અવેશ ખાને પીયૂષ ચાવલાને આ કરીને મુંબઈને છઠ્ઠો ઝટકો આપ્યો હતો. તે ત્રણ રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. હવે ટિમ ડેવિડ તિલક વર્મા સાથે ક્રીઝ પર છે.

08:34 PM MI VS RR Live Update : મુંબઈનો સ્કોર 83/5
11 ઓવર પછી મુંબઈ ઈન્ડિયન્સનો સ્કોર 5 વિકેટે 83 રન છે. તિલક વર્મા 23 બોલમાં બે છગ્ગા સાથે 27 રન બનાવીને રમતમાં છે. પિયુષ ચાવલા ત્રણ રન પર છે.

0827 PM MI VS RR Live Update : હાર્દિક પંડ્યા આઉટ
મુંબઈ ઈન્ડિયન્સે 10મી ઓવરમાં 76 રનમાં પાંચમી વિકેટ ગુમાવી દીધી છે. કેપ્ટન હાર્દિક પંડ્યા 21 બોલમાં 34 રન બનાવીને આઉટ થયો હતો. ચહલના બોલ પર સિક્સર મારવાનો પ્રયાસ કરતી વખતે પંડ્યા બાઉન્ડ્રી પર કેચ આઉટ થયો હતો. તેણે પોતાની ઇનિંગમાં 6 ચોગ્ગા ફટકાર્યા હતા.

08: 00 PM  MI VS RR Live Update :મુંબઇ ઇન્ડિયન્સને વધુ 2  વિકેટ ગુમાવી 

મુંબઇ ઇન્ડિયન્સને વધુ 2  વિકેટ ગુમાવી .  ડેવાલ્ડ બ્રેવિસ.  1 બોલમાં 0  રન,ઇશાન કિશન 14 બોલમાં  16 રન કરીને આઉટ થયા. મુંબઇની ટીમના 4 વિકેટ પર 20 રન

07: 43 PM  MI VS RR Live Update : મુંબઈએ પ્રથમ ઓવરમાં 2 વિકેટ ગુમાવી દીધી હતી.

ટ્રેન્ટ બોલ્ટે પહેલી જ ઓવરમાં મુંબઈ ઈન્ડિયન્સને બે મોટા ઝટકા આપ્યા હતા. બોલ્ટે પહેલા રોહિત શર્માને સંજુ સેમસનના હાથે કેચ આઉટ કરાવ્યો અને પછી નમન ધીરને LBW આઉટ કર્યો. મુંબઈએ માત્ર એક રનમાં બે વિકેટ ગુમાવી દીધી છે.

07:09 PM MI VS RR Live Update : રાજસ્થાન રોયલ્સની પ્લેઈંગ ઈલેવન
રાજસ્થાન રોયલ્સની પ્લેઈંગ ઈલેવન- યશસ્વી જયસ્વાલ, જોસ બટલર, સંજુ સેમસન (વિકેટકીપર/કેપ્ટન), રેયાન પરાગ, ધ્રુવ જુરેલ, શિમરોન હેટમાયર, રવિચંદ્રન અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, અવેશ ખાન, નંદ્રે બર્જર અને યુઝવેન્દ્ર ચહલ.

07:08 PM MI VS RR Live Update :  મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઈંગ ઈલેવન
મુંબઈ ઈન્ડિયન્સની પ્લેઈંગ ઈલેવન- ઈશાન કિશન (વિકેટકીપર), રોહિત શર્મા, નમન ધીર, તિલક વર્મા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), ટિમ ડેવિડ, ગેરાલ્ડ કોએત્ઝી, પીયૂષ ચાવલા, આકાશ માધવાલ, જસપ્રિત બુમરાહ અને ક્વેના મફાકા.

 07 : 08 PM MI VS RR Live Update : રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને બોલીંગ કરવાનો નિર્ણય લીધો

 રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસનેે ટોસ જીતીને બોલીંગ કરવાનો નિર્ણય લીધો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ભણેલા-ગણેલા યુવાનોનું બ્રેઈનવોશ આ રીતે કરાઈ રહ્યું છે, NIA ચોંકી ઉઠી

આ પણ વાંચો:બાલ્ટીમોર બ્રિજ અકસ્માતમાં પેટેપ્સ્ક્રો નદીમાંથી 2 વ્યક્તિના મળ્યા મૃતદેહ

આ પણ વાંચો:પીવા માટે પાણી નથી અને ભારતની જાસૂસી કરવા નીકળ્યું માલદીવ, જાણો- બે મુસ્લિમ દેશોની ગુપ્તચર યોજના

આ પણ વાંચો:યુરોપમાં લક્ઝરી લાઈફ જીવવાનું સપનું જોતા ભારતીયે એજન્ટને આપ્યા 12 લાખ રૂપિયા, ‘ડંકી રૂટ’ થઈને સર્બિયા થઈને જર્મની પહોંચી કરાયો દેશનિકાલ