ગુજરાત/ આજે સોમનાથ મંદિરનાં પ્રોજેક્ટસનું PM મોદી કરશે ઉદ્ઘાટન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતનાંં સોમનાથમાં અનેક પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે. PM મોદી સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સોમનાથ મંદિરનાં અનેક પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.

Top Stories Gujarat Others
સોમનાથ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતનાંં સોમનાથમાં અનેક પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે. PM મોદી સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સોમનાથ મંદિરનાં અનેક પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. પીએમઓ તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે, વડાપ્રધાન વીડિયો કોન્ફર્સિંગ મારફતે સોમનાથ ‘સમુદ્ર દર્શન’ પૈદલ પથ, સોમનાથ પ્રદર્શની કેન્દ્ર અને નવીનકૃત અહિલ્યાબાઈ હોલકર મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ સિવાય તેઓ શ્રી પાર્વતી મંદિરનો શિલાન્યાસ પણ કરશે. મળતી માહિતી મુજબ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કાર્યક્રમમાં હાજરી આપશે. સોમનાથનાં સભાગૃહમાં CM વિજય રૂપાણી અને અન્ય વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત રહેશે.

1 173 આજે સોમનાથ મંદિરનાં પ્રોજેક્ટસનું PM મોદી કરશે ઉદ્ઘાટન

આ પણ વાંચો – આંશિક રાહત / આજે સતત ત્રીજા દિવસે ડીઝલ થયુ સસ્તું, પેટ્રોલની કિંમત આજે પણ યથાવત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 20 ઓગસ્ટનાં રોજ એટલે કે આજે ગુજરાતની જનતાને ઘણી ભેટો આપવાના છે. વડાપ્રધાન મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સોમનાથ મંદિરમાં 5 પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. PM મોદી સોમનાથ મંદિરમાં પાર્વતી મંદિરનો શિલાન્યાસ પણ કરશે. આ મંદિર 30 કરોડનાં ખર્ચે બનશે. પાર્વતી મંદિરનું ગર્ભગૃહ 380 ચોરસ મીટરનું હશે. મંદિરનું નૃત્ય મંડપ 1250 ચોરસ મીટરનું હશે. આ મંદિર સોમપુરા સલાટ શૈલીમાં બનાવવામાં આવશે. મંદિરનાં શિલાન્યાસની સાથે સાથે પ્રધાનમંત્રી મોદી સોમનાથ મંદિર સંકુલમાં બનેલા સૈરગાહનું ઉદ્ઘાટન પણ કરશે. સોમનાથ મંદિરની નજીક જ આવેલ દેવી અહિલ્યાબાઈ મંદિરનો પણ જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે, આ મંદિર પણ વડાપ્રધાન દ્વારા દેશને સમર્પિત કરવામાં આવશે. આ મંદિરનાં પુનર્વિકાસમાં 3.5 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ મંદિર ઈન્દોરની રાણી અહિલ્યાબાઈએ બનાવ્યું હતું. બાદમાં તે ખંડેરમાં ફેરવાઈ ગયું હતુ. યાત્રાળુઓની સલામતી સાથે તેની ક્ષમતા વધારવા માટે સમગ્ર જૂના મંદિર સંકુલનો સંપૂર્ણ વિકાસ કરવામાં આવ્યો છે.

1 174 આજે સોમનાથ મંદિરનાં પ્રોજેક્ટસનું PM મોદી કરશે ઉદ્ઘાટન

આ પણ વાંચો – Political / મુંબઈમાં ભાજપની જનયાત્રામાં કોવિડ પ્રોટોકોલનું ઉલ્લંઘન, 7 પોલીસ સ્ટેશનોમાં FIR

અરબી સમુદ્રનાં કિનારે સોમનાથ મંદિરની પાછળ, 45 કરોડનાં ખર્ચે સમદ્ર અને સોમનાથ મંદિર વચ્ચે 1.25 કિલોમીટર લાંબો વોક વે બનાવવામાં આવ્યો છે. અહીં આવતા શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ માટે, આ વોકવે સમુદ્રનાં મોજા તેમજ સોમનાથ મંદિર જોવા માટે એક અનોખું સ્થળ બનશે. અહીં શંખનાદ અને દરિયાનાં પડઘા પણ મંદિરમાં સાંભળવા મળશે. મંદિર પરિસરમાં જ દેવી પાર્વતીનાં મંદિરની પૂજા કરવામાં આવશે, જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવશે. અહીં આરસનું મંદિર બનાવવામાં આવશે. આ કાર્યક્રમ સોમનાથનાં રામ મંદિર ઓડિટોરિયમમાં યોજાશે. આ દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપસ્થિત રહેશે. આ સિવાય PM મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પણ વર્ચ્યુઅલ રીતે સામેલ થશે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…