આંદોલન/ કિસાન આંદોલનના પડઘા અમેરિકામાં પણ પડ્યા, ઘણા શહેરોમાં શીખ લોકોનું વિરોધ પ્રદર્શન

ભારતમાં કૃષિ કાયદાઓ વિરુદ્ધ આંદોલન કરી રહેલા ખેડુતોના સમર્થનમાં અમેરિકાના ઘણા શહેરોમાં શીખોએ શાંતિપૂર્ણ રીતે વિરોધ રેલીઓ કાઢી હતી. કેલિફોર્નિયામાં વિરોધ કરનારાઓની કારનો કાફલો, સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય કોન્સ્યુલેટ તરફ જઇ રહ્યો હતો, જેના કારણે ‘બે બ્રિજ’ પર લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો.

Top Stories World
child 2 કિસાન આંદોલનના પડઘા અમેરિકામાં પણ પડ્યા, ઘણા શહેરોમાં શીખ લોકોનું વિરોધ પ્રદર્શન

ભારતમાં કૃષિ કાયદાઓ વિરુદ્ધ આંદોલન કરી રહેલા ખેડુતોના સમર્થનમાં અમેરિકાના ઘણા શહેરોમાં શીખોએ શાંતિપૂર્ણ રીતે વિરોધ રેલીઓ કાઢી હતી. કેલિફોર્નિયામાં વિરોધ કરનારાઓની કારનો કાફલો, સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય કોન્સ્યુલેટ તરફ જઇ રહ્યો હતો, જેના કારણે ‘બે બ્રિજ’ પર લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો.

આ ઉપરાંત, મોટી સંખ્યામાં વિરોધીઓ ઇન્ડિયાનાપોલિસમાં એકત્ર થયા હતા અને ખેડૂતોના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. અહીં પ્રદર્શન કરી રહેલા ગુરિન્દરસિંહ ખાલસાએ જણાવ્યું હતું કે, ખેડૂત દેશની આત્મા છે. આપણે આપણા જીવનો બચાવ કરવો જ જોઇએ.

શીખ નેતા દર્શનસિંહ ડારે કહ્યું કે, અમે ભારત સરકારને કાયદા પાછા ખેંચવા વિનંતી કરી રહ્યા નથી, પરંતુ આ અમારી માંગ છે. અગાઉ, શીખ અમેરિકન સમુદાયના લોકો શિકાગોમાં એકઠા થયા હતા અને ભારતીય દૂતાવાસની સામે રેલી કાઢી હતી. શિખોએ બે એરિયાની જેમ ન્યુ યોર્ક, હ્યુસ્ટન, મિશિગન, શિકાગો અને વોશિંગ્ટન ડીસીમાં રેલીઓ કાઢવાની ચેતવણી આપી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…