Inflation/ હાય રે મોંઘવારી.. કોરોના અને લગ્નની સિઝનમાં આમ આદમી પિટાયો, આ વસ્તુઓ બની મોંઘી

શાકભાજી અને કઠોળના વધતા ભાવોએ સામાન્ય માણસના રસોડાનું બજેટ બગાડ્યું છે, હવે ખાંડ, દૂધ અને ચા તેને ખોરવી રહ્યા છે. ચાની ચૂસકી હવે પહેલાં કરતા વધારે મોંઘી થશે.

Top Stories Business
corona 90 હાય રે મોંઘવારી.. કોરોના અને લગ્નની સિઝનમાં આમ આદમી પિટાયો, આ વસ્તુઓ બની મોંઘી

શાકભાજી અને કઠોળના વધતા ભાવોએ સામાન્ય માણસના રસોડાનું બજેટ બગાડ્યું છે, હવે ખાંડ, દૂધ અને ચા તેને ખોરવી રહ્યા છે. ચાની ચૂસકી હવે પહેલાં કરતા વધારે મોંઘી થશે. છેલ્લા એક અઠવાડિયામાં ખાંડના ભાવમાં 9.32 ટકાનો વધારો થયો છે. ગ્રાહક બાબતોના મંત્રાલયની વેબસાઇટ પર અપાયેલા ડેટા અનુસાર 30 નવેમ્બરના રોજ દેશના રિટેલ બજારોમાં ખાંડનો સરેરાશ ભાવ પ્રતિ કિલો 39.68 રૂપિયા હતો, જે આજે 7 ડિસેમ્બરના રોજ વધીને 43.38 રૂપિયા થઈ ગયો છે. દૂધ પણ 7 ટકાના વધારા સાથે રૂ.46.74. ટકાના વધારાની સાથે 50 રૂપિયા પ્રતિ લીટરની સપાટીએ પહોંચી ગયું છે. છૂટક ચામાં 11.57 ટકાનો વધારો થયો છે. 238.42 રૂપિયા પ્રતિ કિલો થઈને, તે 266 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે.

લગ્નની સીઝનમાં ટામેટાંની માંગમાં આ અઠવાડિયે તેના ભાવમાં વધારો થયો છે. 30 નવેમ્બરની તુલનામાં 7 ડિસેમ્બરના રોજ ટામેટા 37.87 ટકા મોંઘા છે. આજે ટમેટાંનો સરેરાશ ભાવ પ્રતિ કિલો 49.88 રૂપિયા છે, જે 30 નવેમ્બરના રોજ 36.18 રૂપિયા હતો. જોકે બટાટા અને ડુંગળીના ભાવ નરમ થઈ રહ્યા છે. આ સમયગાળા દરમિયાન બટાટા રૂ. 46.31 થી રૂ. 44.38 સસ્તા થયા છે. જોકે ડુંગળી 4.36 ટકા ગબડીને 55.03 રૂપિયા માંથી ઘટીને 52.63 રૂપિયા થઈ ગઈ.

farmer protest / ખેડૂત મુદ્દે વિપક્ષી પાર્ટીઓનો શરમજનક ચહેરો આવ્યો સામે : રવિ…

આ સપ્તાહે મોટાભાગના ખાદ્યતેલોના ભાવમાં ઘટાડો થયો છે. પેટ પામ તેલ રૂ .102 થી ઘટીને 92 રૂપિયા, સૂર્યમુખી તેલ 124 થી 123, મગફળીનું તેલ 156 થી 145 અને સરસવ તેલ 135 થી 132 રૂપિયા પ્રતિ લિટર પર આવી ગયું છે. સોયા તેલના ભાવમાં માત્ર 6 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. સમાન સરેરાશ ભાવ હવે 106 થી 113 રૂપિયા પર પહોંચી ગયો છે.

farmer protest / TMC નો ખેડૂતનાં ભારત બંધને લઇને સમર્થનનો ઇનકાર…

મંત્રાલયની વેબસાઇટ પર અપાયેલા છેલ્લા ડેટા અનુસાર ઘઉંના ભાવમાં 19.45 ટકાનો ઘટાડો થયો છે. આનાથી ઘઉંનો ભાવ પ્રતિ કિલો 29.97 રૂપિયાથી 24.14 રૂપિયા થઈ ગયો છે. તે જ સમયે, છૂટક બજારમાં લોટ પણ 32.51 થી ઘટીને 28 રૂપિયા થયો છે ચોખાના દરમાં પણ ઘટાડો થયો છે. બીજી બાજુ, ચણા અને અડદની દાળ સસ્તી થઈ ગઈ છે, મગ અને મસૂરદાળ મોંઘી થઈ ગઈ છે.

devlopment / આગ્રાને મેટ્રોની ભેટ,PM મોદીએ કહ્યું – મેટ્રો નેટવર્કન…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો