ખેડૂત સંગઠનો દ્વારા કૃષિ કાયદા વિરુદ્ધ 8 ડિસેમ્બરે બોલાવાયેલા ‘ભારત બંધ’ ને અનેક રાજકીય પક્ષોનો ટેકો મળ્યો છે. જ્યારે સમગ્ર દેશ ખેડૂતોનાં સમર્થનમાં એક અવાજમાં બોલી રહ્યો છે, ત્યારે પશ્ચિમ બંગાળની તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) એ ભારત બંધને ટેકો આપવાનો ઇનકાર કરી દીધો છે. સોમવારે ટીએમસીએ કહ્યું હતું કે, તે ખેડૂતોની સાથે છે પરંતુ ભારત બંધનાં સમર્થનમાં નથી. ટીએમસીનાં સાંસદ સૌગત રોયે પાર્ટીનાં સિદ્ધાંતો વિરુદ્ધ ખેડૂતોનાં ભારત બંધને ગણાવ્યું છે.
નોંધનીય છે કે, કેન્દ્ર સરકારનાં નવા કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોનું આંદોલન છેલ્લા 12 દિવસથી ચાલી રહ્યું છે. તેમની માંગણીઓ સાથે હજારો ખેડૂત દિલ્હીની સરહદ પર દેખાવો કરી રહ્યા છે. દરમિયાન સરકાર ઉપર દબાણ લાવવા માટે હવે ખેડૂત સંગઠનોએ 8 ડિસેમ્બરે ભારત બંધનું આહવાન કર્યું છે. ખેડૂતોનાં ભારત બંધને દેશનાં અનેક રાજકીય પક્ષોનો ટેકો મળ્યો છે. કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિત અનેક પક્ષોએ 8 ડિસેમ્બરે કેન્દ્ર સરકાર વિરુદ્ધ ખેડૂત આંદોલનમાં જોડાવાનો નિર્ણય લીધો છે.
Trinamool Congress (TMC) stands with agitating farmers but we will not support Bharat bandh in West Bengal. It (bandh) goes against our principles: TMC MP Saugata Roy pic.twitter.com/OhJDPaKU5D
— ANI (@ANI) December 7, 2020
આપને જણાવી દઇએ કે, ખેડૂત બિલની વિરુદ્ધ દિલ્હીમાં ખેડૂતોનો વિરોધ ચાલી રહ્યો છે, તો યુપીમાં સમાજવાદી પાર્ટી તેના સમર્થનમાં રાજ્યભરમાં ખેડૂત યાત્રાઓનું આયોજન કરી રહી છે. રાજ્યમાં પોલીસે સપાનાં કેટલાક નેતાઓને નજરકેદ હેઠળ રાખ્યા છે, જ્યારે ઘણા પૂર્વ ધારાસભ્યોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. તેટલુ જ નહી પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવને પણ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.
ભારતનાં ખેડૂત આંદોલનનાં સમર્થનમાં લંડનમાં જબરદસ્ત પ્રદર્શન
ખેડૂતોનાં સમર્થનમાં રાહુલ ગાંધીએ કર્યુ ટ્વીટ – ‘અદાણી-અંબાણી કૃષિ કાયદા રદ કરવા પડશે’
ભારતનાં ખેડૂત આંદોલનનાં સમર્થનમાં લંડનમાં જબરદસ્ત પ્રદર્શન
દિલ્હીનાં CM કેજરીવાલ ખેડૃૂતોની માંગણીઓનાં સમર્થનમાં, જાણો શું કહ્યુ
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
