કોંગ્રેસનાં સાંસદ શશી થરૂરને પત્ની સુનંદા પુષ્કરનાં મૃત્યુનાં કેસમાં મોટી રાહત મળી છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે તેમને સુનંદા પુષ્કરનાં મૃત્યુ કેસમાંથી મુક્ત કર્યા છે. દિલ્હી પોલીસે થરૂર વિરુદ્ધ કલમ 498A અને 306 હેઠળ કેસ નોંધ્યો હતો, પરંતુ તેની ધરપકડ કરી ન હોતી. શશી થરૂરને 5 જુલાઈ 2018 નાં રોજ જામીન આપવામાં આવ્યા હતા. કોર્ટે દિલ્હી પોલીસ અને થરૂર તરફથી હાજર રહેલા વકીલોની દલીલો સાંભળ્યા બાદ 12 એપ્રિલે ચુકાદો અનામત રાખ્યો હતો.
આ પણ વાંચો – તાલિબાનના સંકટ વચ્ચે / અફઘાનિસ્તાનના ઉપરાષ્ટ્રપતિ અમરૂલ્લાહ સાલેહે પોતાને કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે જાહેર કર્યા
આ કેસમાં કોર્ટનો આ આદેશ ખૂબ મહત્વનો છે. કોર્ટનાં આ આદેશથી સ્પષ્ટ છે કે સાત વર્ષ જૂના આ કેસમાં કોંગ્રેસનાં નેતા શશી થરૂરનો તેમની પત્ની સુનંદા પુષ્કરને આત્મહત્યા કરવા માટે ઉશ્કેરવાનો કેસ હવે કોર્ટમાં ચાલશે નહીં. નોંધપાત્ર બાબત એ છે કે શશિ થરૂરની 7 વર્ષ જૂના કેસમાં આજ સુધી એક વખત પણ ધરપકડ કરવામાં આવી નથી. 17 જાન્યુઆરી 2014 ની રાત્રે પુષ્કર અહીંની એક હોટલમાં મૃત હાલતમાં મળી આવી હતી. આ યુગલ હોટલમાં રોકાયું હતું. કારણ કે તે સમયે થરૂરનાં સત્તાવાર બંગલાની સજાવટનું કામ ચાલી રહ્યું હતું. દિલ્હી પોલીસે થરૂર વિરુદ્ધ કલમ 498A અને 306 હેઠળ કેસ નોંધ્યો હતો, પરંતુ તેમની ધરપકડ કરી ન હોતી. થરૂરને 5 જુલાઈ 2018 નાં રોજ જામીન આપવામાં આવ્યા હતા.
It was a long battle of 7 yrs. Ultimately justice has prevailed. He had faith in the judicial system right from the beginning. The charges levelled by the police for abetment to suicide & cruelty were absurd & preposterous: Senior advocate Vikas Pahwa, counsel for Shashi Tharoor
— ANI (@ANI) August 18, 2021
આ પણ વાંચો – અફઘાનિસ્તાન / આ 5 ખૂંખાર ચલાવશે તાલિબાન સરકાર, કોઈ આત્મઘાતી હુમલાનો માસ્ટર માઇન્ડ તો કોઈ છે મહિલા અધિકારોના દુશ્મન છે
ઉલ્લેખનીય છે કે, સુનંદા પુષ્કરનાં મૃત્યુનો કેસ તે સમયે ખૂબ જ હાઈપ્રોફાઈલ કેસ માનવામાં આવતો હતો. 29 સપ્ટેમ્બર 2014 નાં રોજ, AIIMS નાં મેડિકલ બોર્ડે સુનંદાનાં મૃતદેહનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ દિલ્હી પોલીસને સોંપ્યો હતો. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, સુનંદાનું મૃત્યુ ઝેરથી થયું હતું. બોર્ડે કહ્યું હતું કે, આવા ઘણા રસાયણો છે જે પેટમાં પ્રવેશ્યા પછી અથવા લોહીમાં પ્રવેશ્યા પછી ઝેર બની જાય છે.
