Not Set/ અરેરે…દિલ્હીમાં CM કેજરીવાલ નક્કી કરશે લગ્નમાં આવનારા મહેમાનોની સંખ્યા !. વાંચો

નવી દિલ્હી, છેલ્લા કેટલાક વર્ષોથી રાજધાની દિલ્હીમાં ટ્રાફિકની સમસ્યા વધુને વધુ વિકટ બનતી જાય છે ત્યારે હવે આ સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે અરવિંદ કેજરીવાલ સરકાર દ્વારા એક ખાસ નીતિ બનાવવામાં આવી છે. હકીકતમાં, દિલ્હી સરકાર રાજધાનીમાં થનારી ભારે ભરકમ લગ્ન અને મોટા મોટા સમારોહમાં કેટલા મહેમાનોને આમંત્રિત કરવા તે અંગે એક નીતિ બનાવી શકે છે. […]

Top Stories India Trending

નવી દિલ્હી,

છેલ્લા કેટલાક વર્ષોથી રાજધાની દિલ્હીમાં ટ્રાફિકની સમસ્યા વધુને વધુ વિકટ બનતી જાય છે ત્યારે હવે આ સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે અરવિંદ કેજરીવાલ સરકાર દ્વારા એક ખાસ નીતિ બનાવવામાં આવી છે.

હકીકતમાં, દિલ્હી સરકાર રાજધાનીમાં થનારી ભારે ભરકમ લગ્ન અને મોટા મોટા સમારોહમાં કેટલા મહેમાનોને આમંત્રિત કરવા તે અંગે એક નીતિ બનાવી શકે છે.

national-arvind-kejriwal-government-may-clamp-cut-down-guest-list-delhis-big-weddings

એક અંગ્રેજી અખબારના રિપોર્ટ મુજબ, દિલ્હીના મુખ્ય સચિવ દ્વારા મંગળવારે સુપ્રીમ કોર્ટમાં એક અપીલ કરવામાં આવી છે. તેઓએ પોતાની અપીલમાં કહ્યું છે કે, “આ લગ્ન સમારોહમાં ભોજનની થઇ રહેલો બગાડ અને ટ્રાફિકની સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે સરકાર મહેમાનોની સંખ્યા સીમિત કરવા માટે એક નીતિ લાગુ કરી શકે છે.

દિલ્હી સરકારના મુખ્ય સચિવ વિજય દવે દ્વારા સુપ્રીમ કોર્ટના જસ્ટિસ મદન બી લોકુર, જસ્ટિસ દીપક ગુપ્તા અને જસ્ટિસ હેમંત ગુપ્તાની બેંચ સમક્ષ આં વાત કહી હતી.