Rajkot/ રાજકોટમાં મનસુખ જાદવનું કારસ્તાન ખુલ્યું, મંદિરની જગ્યામાં દબાણ કર્યું

દુકાનો અને 1000 વારનો પ્લોટ દબાવી દીધો હોવાનું બહાર આવ્યું છે. તેમણે કોમન પ્લોટમાં પોતાનું કાર્યાલય પણ બનાવી નાખ્યું છે……..

Top Stories Gujarat

Rajkot News: રાજકોટના નગરસેવિકાના પતિ મનસુખ જાદવનું કૌભાંડ બાદ કારસ્તાન બહાર આવતા ચકચાર મચી છે. નગરસેવિકા દેવુબહેન જાદવના પતિ મનસુખ જાદવે મંદિરની જગ્યા પર પાંચ દુકાનો બનાવી દીધી હતી. બાદમાં તેમણે આ દુકાનો ભાડે આપી દીધી હતી. તેમજ આંગણવાડીના નામે જગ્યા પચાવી પાડી હતી.

દુકાનો બનાવી ભાડે આપ્યા બાદ તેમણે એક દુકાનમાં કાર્યાલય પણ બનાવી દીધું હતું. દુકાનો અને 1000 વારનો પ્લોટ દબાવી દીધો હોવાનું બહાર આવ્યું છે. તેમણે કોમન પ્લોટમાં પોતાનું કાર્યાલય પણ બનાવી નાખ્યું છે. મનસુખ જાદવે અહીંની રાધે ક્રિષ્ના ડેરી અને અન્ય બે દુકાનો બાલાજી વાસણને ભાડી આપી દીધી હોવાનું બહાર આવ્યું છે.

તેમજ આંગણવાડીના નામે પણ જમીન પચાવી દેવાનું ખુલ્યું છે. યુવરાજનગરમાં મંદિરની જગ્યા પર દબાણ કર્યું છે. પાણી માટે ગેરકાયદે કનેક્શન પણ લઈ લીધુ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃસુરતના કતારગામ વિસ્તારમાં આધેડે વીડિયો બનાવી આપઘાત કર્યો

આ પણ વાંચોઃવડોદરા એક્સપ્રેસ હાઈવે પરથી દારૂના જથ્થા સાથે રૂ. 40 લાખથી વધુનો મુદ્દામાલ કબજે

આ પણ વાંચોઃએપ્રિલ અને મે મહિનામાં પડશે કાળઝાળ ગરમી, બેવડી ઋતુનો સામનો કરવો પડશે