Not Set/ દરિયામાં જુજતા ઘાયલ નેવી ઓફિસર અભિલાષ ટોમીને બચાવવા નેવીએ મોકલી મદદ

ભારતીય નેવી કમાન્ડર અભિલાષ ટોમી હાલ ઘાયલ અવસ્થામાં બોટમાં ભારતનાં દરિયામાં ઊંચા મોજાઓ સામે લડી રહ્યા છે. 39 વર્ષીય ઓફિસર અભિલાષ 2018 ગોલ્ડન ગ્લોબલ રેસનો હિસ્સો બન્યા છે. જેમાં 30,000 માઈલનું દુનિયાનું સોલો સર્કમનેવિગેશન કરવાનું હોય છે એટલે કે એકલાં દુનિયાની પ્રદક્ષિણા કરવાની હોય છે દરિયાઈ માર્ગે. અભિલાષ ભારતનાં સારા સેઈલર્સમાંના એક છે અને તેઓને […]

Top Stories India

ભારતીય નેવી કમાન્ડર અભિલાષ ટોમી હાલ ઘાયલ અવસ્થામાં બોટમાં ભારતનાં દરિયામાં ઊંચા મોજાઓ સામે લડી રહ્યા છે. 39 વર્ષીય ઓફિસર અભિલાષ 2018 ગોલ્ડન ગ્લોબલ રેસનો હિસ્સો બન્યા છે. જેમાં 30,000 માઈલનું દુનિયાનું સોલો સર્કમનેવિગેશન કરવાનું હોય છે એટલે કે એકલાં દુનિયાની પ્રદક્ષિણા કરવાની હોય છે દરિયાઈ માર્ગે.

navy sends help to rescue injured navy officer Abhilash tomy who is drifting in Indian ocean

અભિલાષ ભારતનાં સારા સેઈલર્સમાંના એક છે અને તેઓને કીર્તિ ચક્રથી પણ નવાજવામાં આવ્યા છે. એમની યોટ એકદમ ખરાબ વેધરમાં ફસાઈ ગઈ હતી. એમણે શુક્રવારે એક સિગ્નલ મોકલ્યું હતું કે એમની યોટનું ધ્વજ સ્તંભ તૂટી ગયું છે. એમેણે જણાવ્યું હતું કે એમને બેકમાં ખરાબ ઈજા થઇ છે અને તેઓ ઉભા થઇ શકે એમ નથી.

નેવીનાં સ્પોક્સપર્સને ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, INS Satpura નો રૂટ અભિલાષનાં રેસ્ક્યુ માટે ડાઇવર્ટ કરવામાં આવ્યો છે.

અભિલાષ ટોમીનાં ટ્વીટર હેન્ડલ પર ટ્વીટ હતું કે અભિલાષ ગંભીર બેક ઇન્જરીમાંથી બચી ગયા છે અને એણે કહ્યું છે કે તે બોટની અંદર સુરક્ષિત છે અને એની ટ્રેકિંગ સીસ્ટમ ચાલું છે.