પાટણ,
પાટણ જિલ્લામાં આમ તો અનેક પ્રાચીન ગરબીઓ થાય છે, પરંતુ તેમાંથી બે-ત્રણ ગરબીઓ તેનાં વિશિષ્ટ આયોજન માટે વિખ્યાત છે. સિદ્ધપુર શહેરના ભાટવાડા વિસ્તારમાં થતી ગરબી’ તેનાં અતિ વિશિષ્ટ પરફોમન્સીસ માટે જાણીતી બની છે.

અહીં આજે પણ પ્રાચીન ઢબે થતી નવરાત્રિ ભારે લોકપ્રિય છે.પાટણ જિલ્લાના ખૂણે ખૂણે નવરાત્રિની આગવી રીતે ઊજવણી થાય છે. ક્યાંક વળી માત્ર પુરૂષો જ રાસ રમે છે, તો ક્યાંક માતાજીને બદલે રામાપીરના ગરબા યોજાય છે.

ક્યાં કેવી રીતે નોરતા ઊજવાય એ જોઈએ તો ખરેખર એમ લાગે કે નવરાત્રિનો તહેવાર અનેક રંગોમાં ફેલાયેલો છે. સામાન્ય રીતે નવરાત્રિ નવ રાત સુધી ચાલતા હોય છે.

ત્યારે જિલ્લાના સિદ્ધપુર શહેરમાં પંદર દિવસ સુધી ગરબા લેવાય છે. આજના બદલાતા સમયમાં પ્રાચીન ગરબીઓની સાથે સાથે અર્વાચીન રાસ ઉત્સવ પણ થઈ રહ્યા છે.

પરંતુ સિદ્ધપુરમાં ભાટવાડા વિસ્તારમાં બારોટ સમાજ દ્વારા છેલ્લા 95 વર્ષથી હિંગરાજ માતાજીના સાંનિધ્યમાં એક વિશિષ્ટ અને ભાતીગળ ગરબી લોકો આકર્ષણનું કેન્દ્ર બની છે.
