રાજકોટમાં કિન્નર સમાજે પોલીસ સ્ટેશનમાં ઉહાપોહ મચાવ્યો. કિન્નર સમાજે વિરોધ પ્રદર્શન કરતા પોલીસ સ્ટેશનને બાનમાં લીધું. શહેરના કિન્નર સમાજે નિકીતા દેનામ કિન્નરની વિરુદ્ધ પોલીસ સ્ટેશન પંહોચ્યા હતા. કિન્રર નિકીતા દેએ મીરા દે નામની કિન્નર સામે ફરીયાદ કરતા સમગ્ર કિન્નર સમાજ રોષે ભરાયો હતો. કિન્નર સમાજ રોષે ભરાતા પોલીસ સ્ટેશન પંહોચી ગયા હતા. અને વિરોધ પ્રદર્શન કરતાં કેટલાક કિન્નર ખુલ્લેઆમ કપડા કાઢતા હોવાની પણ ચર્ચા હતી. જો કે વીડિયોમાં આવા અભદ્ર ફોટા ના દર્શાવતા કિન્નરોના આવા અભદ્ર પ્રદર્શન પર પોલીસે આકરી કાર્યવાહી કરી હતી.
મહત્વનું છે કે અગાઉ રાજકોટમાં ટ્રાન્સજેન્ડર મહિલાને પોલીસ રક્ષણ ન આપી તેને બહાર ધકેલવા કિન્નરોએ માંગ કરી હતી. જે પૂરી ના થવા પર પોલીસ સ્ટેશન સામે કપડા ઉતારી વિરોધ પ્રદર્શન કરવા લાગ્યા હતા. આ મામલમાં પાયલ રાઠોડ નામની કિન્નરો વિરુદ્ધ કિન્નર સમાજે રોષે ભરાયો હતો. કારણ કે તેમનો આક્ષેપ હતો કે પાયલ રાઠોડ પુરુષ હોવા છતાં સ્ત્રીઓના કપડાં પેહરી કિન્નર હોવાનો ઢોંગ કરે છે. આથી તેને શહેર બહાર દૂર કરવા કિન્નર સમાજે માંગ કરી હતી. જ્યારે પાયલ રાઠોડે આ મામલે સ્પષ્ટતા કરી હતી કે તે ટ્રાન્સવુમન છે અને પેઇન્ટીંગ કરી ગુજરાન ચલાવે છે. તેણે કિન્નરોના ગુરુએ તેમને માફી માંગવાનું કહ્યું હતું પરંતુ તેમ ના કરતા તેની સાથે ખરાબ વ્યવહાર કરવામાં આવી રહ્યો છે. ત્યારબાદ દામિની સિન્હા નામની એક્ટિવિસ્ટે પાયલ રાઠોડને ન્યાય અપાવવાની ઝુંબેશ દેશભરમાં શરૂ કરી હતી.
નોંધનીય છે કે સમાજના ત્રીજો લિંગ વર્ગ કિન્નરો એકબાજુ પોતાની વાસ્તવિકતા સામે લડી રહ્યા છે. છેલ્લા થોડા સમયમાં કિન્નરો પ્રત્યેનું લોકોનું વર્તન બદલાયું છે. ત્યારે હાલમાં એક કિન્નર વિરુદ્ધ બીજા કિન્નરો પોલીસ સ્ટેશન પંહોચતા કિન્નર સમાજમાં જ આંતરકલહ વધતો હોવાના કિસ્સા સામે આવી રહ્યા છે.
આ પણ વાંચો:bs yeddyurappa/ભાજપના દિગ્ગજ નેતા બીએસ યેદિયુરપ્પા સામે જાતીય સતામણી મામલે Pocso હેઠળ નોંધાઈ FIR
આ પણ વાંચો:Crude Oil Price/પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયો મોટો ફેરફાર, અહીં ₹7થી વધુ સસ્તું મળશે ક્રૂડ ઓઈલ
આ પણ વાંચો: Ahmedabad Crime News/સાયબર ક્રિમિનલ કિડનેપિંગ અને ખંડણી માટે AIનો કરી રહ્યા છે ઉપયોગ
