Not Set/ CAA નાં વિરોધને લઇને દેશનાં આ ભાગમાં લાગ્યો 8 કિલોમીટર લાંબો જામ

નાગરિકતા સુધારણા અધિનિયમ (સીએએ) નાં વિરોધમાં દિલ્હીનાં જામિયાનગરમાં થયેલ હિંસક પ્રદર્શન અને બાદમાં સીલમપુરમાં થયેલા હિંસક પ્રદર્શન બાદ દિલ્હી પોલીસ એલર્ટ મોડમાં આવી ગઇ છે. ગુરુવારે, સીએએ અને એનઆરસી સાથે સંકળાયેલા વિરોધને કારણે દિલ્હી પોલીસે દિલ્હી-ગુરુગ્રામ એક્સપ્રેસ વે પર બેરિકેડ્સ મુક્યા છે. આપને જણાવી દઇએ કે, દિલ્હીમાં પ્રવેશતા દરેક વાહનની પોલીસ તપાસ કરી રહી છે. […]

Top Stories India
Gurugram Highway CAA નાં વિરોધને લઇને દેશનાં આ ભાગમાં લાગ્યો 8 કિલોમીટર લાંબો જામ

નાગરિકતા સુધારણા અધિનિયમ (સીએએ) નાં વિરોધમાં દિલ્હીનાં જામિયાનગરમાં થયેલ હિંસક પ્રદર્શન અને બાદમાં સીલમપુરમાં થયેલા હિંસક પ્રદર્શન બાદ દિલ્હી પોલીસ એલર્ટ મોડમાં આવી ગઇ છે. ગુરુવારે, સીએએ અને એનઆરસી સાથે સંકળાયેલા વિરોધને કારણે દિલ્હી પોલીસે દિલ્હી-ગુરુગ્રામ એક્સપ્રેસ વે પર બેરિકેડ્સ મુક્યા છે.

Image result for barricades in gurugram

આપને જણાવી દઇએ કે, દિલ્હીમાં પ્રવેશતા દરેક વાહનની પોલીસ તપાસ કરી રહી છે. જેના કારણે એક્સપ્રેસ વે પર 8 કિમી લાંબો જામ થઈ ગયો છે. બીજી તરફ, દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશને આજે શહેરમાં થઈ રહેલા પ્રદર્શનને કારણે આઠ મેટ્રો સ્ટેશનોનાં એક્ઝિટ અને એન્ટ્રી ગેટ બંધ કરી દીધા છે. જણાવી દઇએ કે આ સ્ટેશનો પર ટ્રેન રોકાશે એટલે કે ઉભી રહેશે નહીં.

Image result for barricades in gurugram

દિલ્હી ટ્રાફિક પોલીસે તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ દ્વારા ટ્વીટ કરીને NH-48 અને જૂની દિલ્હી-ગુરુગ્રામ રોડની સીમા સીલ કરવાની જાણકારી આપી છે. બિન-આવશ્યક મુસાફરીને ટાળવાની સલાહ પણ આપવામાં આવે છે. આપને જણાવી દઈએ કે, ગુરુવારે સવારે આઠ વાગ્યાથી દિલ્હી પોલીસે દિલ્હી-ગુરુગ્રામ એક્સપ્રેસ વે પર બેરિકેડ્સ મૂકીને બંધ કરી દીધો છે અને દિલ્હી આવનારી દરેક ટ્રેનની તપાસ કરવામાં આવી રહી છે. જેના કારણે એક્સપ્રેસ વે પર 8 કિમી લાંબો જામ થઈ ગયો છે.

Image result for barricades in gurugram

આવી સ્થિતિમાં લોકો કલાકોથી તેમની ગાડીઓમાં અટવાઈ ગયા છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ જામ સતત વધી રહ્યો છે. વળી, એવી પણ માહિતી મળી છે કે જામને કારણે કેટલીક ગાડીઓમાં હાજર વડીલોની તબિયત લથડવાનું શરૂ થયું છે. તેમજ કેટલીક ગાડીઓમાં હાજર બાળકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વળી, એમ્બ્યુલન્સ પણ આ જામમાં અટવાઇ હોવાનુ સામે આવી રહ્યુ છે. કેટલાક લોકોએ પોલીસ બેરીકેડ્સ પાસે જામ પણ કરી દીધો છે અને પોલીસને રસ્તો ખોલવાની માંગ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.