Not Set/ રાધનપૂર : રસ્તા પર પડેલા ભ્રષ્ટચારનાં ગાબડાં, આગામી પેટાચુંટણીમાં કોને ખાડામાં પાડશે…?

પાટણ જિલ્લાના રાધનપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી યોજાઈ રહી છે.  અંહી ભાજપ દ્વારા કોંગ્રેસનાં બાગી અલ્પેશ ઠાકોર ને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે કોંગ્રેસ દ્વારા રઘુભાઈ દેસાઈને ટિકિટ ફાળવવામાં આવી છે.  ચૂંટણીને બાજુ મૂકી ને રાધનપુરની ભૂગોળ નિવાત કરીયે તો અત્યારે વરસાદ બાદ ગુજરાતની સાથે સાથે રાધનપુરની જનતાનો પણ એક મોટો પ્રશ્ન છે અને તે […]

Top Stories Gujarat Others
પાટણ 2 1 રાધનપૂર : રસ્તા પર પડેલા ભ્રષ્ટચારનાં ગાબડાં, આગામી પેટાચુંટણીમાં કોને ખાડામાં પાડશે...?

પાટણ જિલ્લાના રાધનપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી યોજાઈ રહી છે.  અંહી ભાજપ દ્વારા કોંગ્રેસનાં બાગી અલ્પેશ ઠાકોર ને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે કોંગ્રેસ દ્વારા રઘુભાઈ દેસાઈને ટિકિટ ફાળવવામાં આવી છે.  ચૂંટણીને બાજુ મૂકી ને રાધનપુરની ભૂગોળ નિવાત કરીયે તો અત્યારે વરસાદ બાદ ગુજરાતની સાથે સાથે રાધનપુરની જનતાનો પણ એક મોટો પ્રશ્ન છે અને તે છે ખાડે ગયેલા રોડ.  તેને લઈને લોકોતમામ ક્ષેત્રે ફરિયાદ કરી ચૂક્યા છે. પરંતુ લોકોની ફરિયાદ તંત્રના બહેરા કને અથડાઈને પાછી ફરી છે.

રાધનપુર શહેરમાં જ્યાં જુવો ત્યાં રોડ રસ્તા પર મસ મોટા ભ્રષ્ટચારના ગાબડાં જોવા મળી રહ્યા છે.  ત્યારે મહેસાણાથી આવતા રાધનપુરના પ્રવેશ દ્વારે રોડ રસ્તાની હાલત અત્યંત દયનિય જોવા મળી હતી.  આ સમસ્યા પુરા રાધનપુરમાં જોવા મળી રહી છે.  આ બાબતે નગરજનો દ્વારા રાધનપુર નગર પાલિકા તેમજ રાજકીય લોકોને અનેક રજુઆતો કરવા છતાંય આજદિન સુધી આ સમસ્યાનો ઉકેલ આવતો નથી. ત્યારે આ વિસ્તારની જનતા જે નેતા આવે તે પહેલા શહેરના રોડ રસ્તા અને પ્રાથમિક સુવિધાઓની સમસ્યાનું નિરાકરણ લાવે તેવી વાત કરી રહ્યા છે જયારે રાધનપુરમાં મંતવ્ય ન્યૂઝની ટિમ પહોંચી ત્યારે આ વિસ્તારના રહીશોએ પાલિકા અને રાજકારણીઓ પર આક્રોશ ઠાલવ્યો હતો. હવે જોવાનું એ રહ્યું કે, આ ખાડામાં પડે કોણ છે..?

રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

“Mantavya News” એપ્લિકેશન. Click    https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.