North Gujarat-Narmada/ ઉત્તર ગુજરાત માટે જીવનામૃત બનશે 61 કિ.મી.ની નર્મદાની પાઇપલાઇન

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના બે અતિ સૂકા તાલુકા એવા થરાદ અને ધાનેરા તાલુકાના ગામોના તળાવો નર્મદાના પાણીથી ભરવાનો મહત્વપૂર્ણ સંવેદનાસભર નિર્ણય કર્યો છે.

Gujarat
Sardar Sarovar Dam 1 ઉત્તર ગુજરાત માટે જીવનામૃત બનશે 61 કિ.મી.ની નર્મદાની પાઇપલાઇન
  • ઉત્તર ગુજરાતના બે અતિ સૂકા તાલુકાઓને પાણી પહોંચાડવાનો  એક મહત્વપૂર્ણ નિર્ણય
  • 61 કિ.મીટર મુખ્ય  પાઇપ લાઈન  સહિત 196 કી.મીટર લંબાઈ ની પાઇપ લાઈન દ્વારા ર૦૦ થી વધુ તળાવો નર્મદાથી ભરાશે
  • 1,411 કરોડ રૂપિયાના કામોને સૈદ્ધાંતિક મંજૂરી 
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના North Gujarat-Narmada બે અતિ સૂકા તાલુકા એવા થરાદ અને ધાનેરા તાલુકાના ગામોના તળાવો નર્મદાના પાણીથી ભરવાનો મહત્વપૂર્ણ સંવેદનાસભર નિર્ણય કર્યો છે.  મુખ્યમંત્રીશ્રીએ આ બેય તાલુકાઓમાં ઉદવહન પાઈપલાઈનનું આયોજન કરીને સિંચાઇથી વંચિત એવા આ વિસ્તારોમાં ભૂગર્ભ જળ ઊંચા લાવવાનો ખેડૂત હિતકારી અભિગમ અપનાવ્યો છે.
બનાસકાંઠા જિલ્લાના આ બે તાલુકાઓમાં કોઇ મોટી સિંચાઇ વ્યવસ્થા North Gujarat-Narmada ઉપલબ્ધ નથી. એટલું જ નહિ, થરાદ તાલુકાનો પૂર્વ તરફનો ઉપરનો વિસ્તાર સિંચાઇ વિહોણો છે.  થરાદ અને ધાનેરા તાલુકાઓને સિંચાઇ માટે પૂરતું પાણી મળી રહે તેની અતિ આવશ્યકતાને ધ્યાનમાં લઇને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આ બેય તાલુકાઓના ગામોના 200 થી વધારે સરકારી પડતર તળાવોને નર્મદા નહેર આધારિત ઉદવહન પાઇપલાઇનથી આવરી લેવાના દિશાનિર્દેશો આપ્યા છે.
મુખ્યમંત્રીશ્રીએ આ સંદર્ભમાં 61 કી.મી લાંબી  મુખ્ય પાઇપલાઇન North Gujarat-Narmada  અને 135 કિલોમીટર લાંબી  પેટા લાઈન દ્વારા 200 ક્યુસેક્સ પાણીનું વહન કરવા માટે આશરે ૩ પમ્પીંગ સ્ટેશન બનાવવા સહિતની સમગ્ર યોજનાકીય કામગીરી માટે 1,411 કરોડ રૂપિયાની રકમ માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.   અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે, નર્મદા મુખ્ય નહેર આધારિત પ્રગતિ હેઠળની ર અને પૂર્ણ થયેલી ૧ર એમ કુલ ૧૪ ઉદવહન પાઇપલાઇનોની કુલ ક્ષમતા ૩૩૭પ ક્યુસેક્સ દ્વારા મહત્તમ ૦.૬૦ MAF પાણી ઉપાડવામાં આવે છે.  નર્મદાના વધારાના ૧ MAF પાણીના ઉદવહન માટે સ્થાપિત ક્ષમતા વધારવી પડે તેમ છે તે સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે થરાદ અને ધાનેરા તાલુકાના બાકી રહી જતા ગામોના 200થી વધુ તળાવો નર્મદા જળથી ભરવાનો આ ખેડૂત હિતલક્ષી નિર્ણય કર્યો છે.