દુર્ઘટના/ જામનગરમાં બાળકી બોરવેલમાં ખાબકીઃ બચાવકાર્ય જારી

જામનગર જિલ્લાના તમાચણ ગામમાં બે વર્ષની બાળકી 35થી 40 ફૂટ ઊંડા બોરવેલમાં પડી જવાના લીધે ફસાઈ ગઈ છે. બાળકી રમતા-રમતાં ક્યારે ત્યાં જતી રહી તે કોઈને ખબર જ ન રહી.

Gujarat
Girl in Borewell જામનગરમાં બાળકી બોરવેલમાં ખાબકીઃ બચાવકાર્ય જારી

જામનગર જિલ્લાના તમાચણ ગામમાં બે વર્ષની Girl in Borewell બાળકી 35થી 40 ફૂટ ઊંડા બોરવેલમાં પડી જવાના લીધે ફસાઈ ગઈ છે. બાળકી રમતા-રમતાં ક્યારે ત્યાં જતી રહી તે કોઈને ખબર જ ન રહી. ખેતમજૂરી કરા અને મૂળ મધ્યપ્રદેશના રહેવાસી એવા શ્રમિક પરિવારના બાળકી સવારે દસ વાગ્યે બોરવેલમાં પડી ગઈ હતી. ફાયર બ્રિગેડે બચાવ કામગીરી શરૂ કરી છે. બાળકી બોરમાં અંદાજે 20 ફૂટ નીચે છે. તેના હાથ દેખાઈ રહ્યા છે. ઓક્સિજનની કાર્યવાહી પણ ચાલુ છે. બોરવેલની સાઇડમાં ખોદકામ ચાલુ કરવામાં આવ્યું છે.

હાલમાં ફાયરબ્રિગેડની ટીમની સાથે 108ની ટીમ પણ Girl in Borewell બાળકીને બચાવવા દોડી આવી છે. બધી ટીમોએ સંયુક્ત રીતે બચાવકાર્ય હાથમાં ધર્યુ છે. બચાવ કામગીરીમાં જામનગરની ફાયરબ્રિગેડ શાખા અને 108ની ટીમની સાથે ગ્રામજનો સહિતના લોકો જોડાયા છે. બાળકીને બહાર નીકાળ્યા પછી તાત્કાલિક તબીબી સારવારની જરૂર હોય તો તેના માટે 108ની ટીમ ખડેપગે છે. તેના માટે ઓક્સિજન સિલિન્ડરની પણ વ્યવસ્થા છે. તેથી ગામની નજીક જામનગરમાં બાળકની હોસ્પિટલને પણ તેના માટે સાબદી કરી દેવાઈ છે, જેથી જરૂર પડે તો તેને ચિલ્ડ્રન હોસ્પિટલમાં વધુ સારવાર માટે દાખલ કરી શકાય.

બોરમાં બાળકી 20 ફૂટ નીચે ફસાયેલી જોવા મળી રહી છે. Girl in Borewell બચાવ કરનાર ટીમને પણ બાળકીના હાથ દેખાયા હતા. હાલમાં તેને ઓક્સિજન આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. બોરવેલની સાઇડમાં ખોદકામ કરીને તેના સુધી પહોંચવાના પ્રયત્નો આદરવામાં આવ્યા છે. આની સાથે-સાથે તંત્રમાં ગ્રામીણ વિસ્તારોમાં ખુલ્લા બોર અંગે પણ અભિયાન હાથ ધર્યુ છે. તંત્રએ વિનંતી કરી છે કે મહેરબાની કરીને કામ ન હોય તેવા ખુલ્લા બોર કે કૂવામાં ઉપર મજબૂત ઢાંકણુ ફિટ કરવામાં આવે, જેમ ગટરની ઉપર ઢાંકણુ હોય છે.

આ પણ વાંચોઃ રેલ દુર્ઘટના/ આ છે ભારતના 10 મોટા ટ્રેન અકસ્માત, ‘12 વર્ષના ઈતિહાસમાં કોરોમંડલ ટ્રેન એક્સિડન્ટ’માં સૌથી વધુ મૃત્યુ

આ પણ વાંચોઃ ઓડિશા ટ્રેન દુર્ઘટના/ ‘વિપક્ષ તમારા રાજીનામાની માગ કરી રહ્યો છે’… રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ સવાલ પર જાણો શંં કહ્યું

આ પણ વાંચોઃ અકસ્માતો/ ભારતમાં અત્યાર સુધીના સૌથી મોટા ટ્રેન અકસ્માત