ગુજરાત યુનિવર્સિટી/ વિદ્યાર્થીઓને ધાર્મિક પ્રવૃતિ પોતાના રૂમમાં કરવા સુચન

ગુજરાત યુનિવર્સિટીના હોબાળાને પગલે કરાયું સુચન

Gujarat
YouTube Thumbnail 7 2 વિદ્યાર્થીઓને ધાર્મિક પ્રવૃતિ પોતાના રૂમમાં કરવા સુચન

Gujarat News : ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની મારઝૂડના હોબાળા બાદ ગુજરાત યુનિવર્સિટીએ હવે વિદ્યાર્થીઓની સુરક્ષામાં વધારો કર્યો છે. તે સિવાય વિવિધ ધર્મના વિદ્યાર્થીઓને જે પણ ધાર્મિક પ્રવૃતિ કરવી હોય ચે પોતાના રૂમમાં કરવા માટે યુનિવર્સિટી દ્વારા સુચનો આપી દેવામાં આવ્યા છે.

ગુજરાત યુનિવર્સિટીના આ હોબાળાને ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવી રહ્યો છે. આ ઘટના બાદ ગુજરાત યુનિવર્સિટીએ ફોરેન સ્ટુડન્ટ એડવાઈઝરી કમિટીની રચના કરી છે. જેમાં એનઆરઆઈ વિદ્યાર્થીઓને તાત્કાલિક નવી એનઆરઆઈ હોસ્ટેલની ફાળવણી કરી આપવામાં આવી છે. તે સિવાય ફ્રન્ટ ડેસ્કના સ્ટાફને તાત્કાલિક બદલી દેવામાં આવ્યો છે.

વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં લઈને સિક્યુરિટી એજન્સી દ્વારા હોસ્ટેલના તમામ બ્લોકમાં એક્સ આર્મી મેનની સધન સિક્યુરિટી ગોઠવી દેવામાં આવી છે. ઉપરાંત યુનિવર્સિટીમાં આવતા બિનજરૂરી લોકો પર પણ હવે પ્રતિબંધ લાદવામાં આવશે.

જે લોકો બહારથી મળવા માટે આવે છે તેમની પાસેથી અંડર ટેકીંગ લેવામાં આવશે. ઉપરાંત અહીં રહેતા વિદ્યાર્થીઓને પણ ધાર્મિક પ્રવૃતિ કરવી હોય તો પોતાના રૂમમાં કરવાના સુચનો આપી દેવાયા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃસુરત વેસુ પોલીસ સ્ટેશનમાં યુવકનું શંકાસ્પદ મોત

આ પણ વાંચોઃભારતીય સેના અહીં લડાયક હેલિકોપ્ટરને તૈનાત કરશે, આત્મનિર્ભરતા તરફ પગલું

આ પણ વાંચોઃતલોદમાં બની શરમજનક ઘટના, પત્નીએ પતિનું કાસળ કાઢી નાખ્યું